Main Menu

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ પાલીતાણા તાલુકાની ટીમની ઘોષણા

પવિત્રયાત્રા ધામ પાલીતાણામાં તા.05-08-2018 રોજ રામવાડી ખાતે ડો પ્રવીણભાઈ તોગડીયાના હિંદુઓનું નવું સંગઠન આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદની બે સત્ર ના ભાગ રૂપેનીબેઠક યોજવામાં આવેલ.
આ બેઠકમાં વર્ષોથી પાલીતાણા માં હિંદુ સમાજની સામાજિક,ધાર્મિક,જીવદયા માનવસેવા જેવી પ્રવુતિ સાથે જોડાયેલી ટીમના સભ્યો પૂ.સંતો તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત અને જિલ્લા ના અધિકારીઓની ઉપસ્થિતિમાં પાલીતાણા તાલુકા આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગદળમાં જોડાયા હતા જેમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અદયક્ષ તરીકે કલ્પેશભાઈ પરમાર, ઉપાધ્યક્ષ પીલું ઠાકોર, મંત્રી તરીકે ભરતભાઇ સોલંકી, સપુભાઈ બરાળ ભરત સાટિયા, તેમજ રાષ્ટ્રીય બજરંગદળના અધ્યક્ષ ભાવેશભાઈ મકવાણા (બજરંગી)
ઉપાધ્યક્ષ ભાવેશભાઈ ડગળા, આકાશ સઠિયા મંત્રી, લાલાભાઈ પરમાર, દિલીપભાઈ ચૌહાણ. પારસ શાહ, નીતિન ઠાકોર, એડવોકેટ કોરમમાં એડ.જગદીશભાઇ ત્રિવેદી, એડ.શેલેશભાઈ શિયાળ, એક મુઠી અનાજ યોજનામાં હસમુખભાઈ ડોડીયા, ગોતમબાપુ ગોંડલીયા, સુનિલ જોગરણા, આકાશ વાળા, રાષ્ટ્રીય છાત્ર પરિષદમાં મુકેશભાઈ અગ્રાવત, પરેશ દરજી, રઘુભાઈ મેર તેમજ હરિભાઈ ખેર, ઈંડિયા હેલ્થ લાઇનમાં ડો પરાગ જોશી, હિંદુ હેલ્પ લાઇનમાં વિરાંગ રંગાણીની જુદા જુદા આયોમાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં નામોની જાહેરાત કરવામાં આવેલ.


આ બેઠકમાં પદ અધિકારી ગણ દ્વારા બોપોરે ૩.૩૦ થી કાર્યકર્તા ઓ ને આગામી સમયમાં શસ્ક્ત હિંદુ સમાજના નિર્માણ અને તેમની માંગો સાથે સમગ્ર ભારતમાં ડૉ પ્રવીણભાઈ તોગડીયાના નેતૃત્વમાં કાર્યક્રમોમાં સહભાગી બની કામ કરવાનું પૂરતું માર્ગદર્શન આપવામા આવેલ..
જ્યારે બીજા સત્ર માં સાંજે ૭.૩૦ની બેઠક દરમિયાન ગત વર્ષે જન્માષ્ટમી ઉત્સવમાં યોજાયેલ અમરનાથ ગુફાના ધાર્મિક પ્રદર્શનમાં આકસ્મિક મૃત્યુ પામનાર સ્વ.અમિત વિનુભાઈ ચુડાસમા તેમજ ખેરપુરના ગોરક્ષક રાજુભાઇ રબારીને શ્રદ્ધાંજલિ આપવા આવેલ.
જ્યારે નવ નિયુક્ત પાલીતાણા તાલુકા ના આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ કલ્પેશભાઈ પરમાર દ્વારા આગામી આયોજનના ભાગ રૂપે જણાવેલ કે પાલીતાણામાં વર્ષોથી સમસ્ત સમાજની સમસ્તાના ભાવથી સામાજિક, ધાર્મિક, માનવસેવા.જીવદયા જેવી પ્રવુતિઓ કરતા આવ્યા છે ત્યારે એક નવા સંકલ્પ સાથે પાલીતાણાની પવિત્રતા જળવાઈ રહે તેવા કાર્ય કરવામાં આવશે તેમજ શ્રવણ મહિના પ્રથમ દિવસે શિવાલય મંદિરમા જલાઅભિષેકનો કાર્યક્રમ કરવામાં આવશે તેમજ અખંડ ભારત સ્મૃતિ દિન ઉજવણી કરવામાં આવશે.


આ કાર્યક્રમમાં પધારેલ પદ અધિકારી જેમાં નરેન્દ્ર ભાઈ વ્યાસ ( સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારી અધિકારી અધ્યક્ષ ), જીતુભાઇ મહેતા (સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી રાજકોટ), નિર્મલસિંહ ખુમાણ (સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી અમરેલી જિલ્લો), કિશોરસિંહ રાણા રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ), વશારામભાઈ કાકડિયા(ભગતજી) (રાષ્ટ્રીય કિસાન પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ વલ્લભીપુર), વાલેરાભાઈ આહીર (આંતરરાષ્ટ્રી પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગઢડા), જગદીશભાઈ વડોદરિયા રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી સુરેન્દ્ર નગર પૂર્ણકાલીન કાર્યકર્તા) ભરતભાઈ રાઠોડ (રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી), મનુભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય પરિષદ ભાવનગર જિલ્લા ગ્રામ્ય અધ્યક્ષ) વનરાજભાઈ ખેર (બોટાદ )તેમજ જુદી જુદી સંસ્થા ના આગેવાનો શુભ ચિંતક રાજકીય આગેવાનો પત્રકાર મિત્રો અને બહોળી સંખ્યા માં કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહેલ.કાર્યક્રમ નું સંચાલન સ્થાનિક અને સૌરાષ્ટ્ર પ્રાંત રા.બજરંગદળ ના મંત્રી અને જિલ્લા ગ્રામ્ય ના કાર્યકારી અદયક્ષ ભરતભાઇ રાઠોડ દ્વારા કરવા માં આવેલ.


error: Content is protected !!