Main Menu

કેન્દ્રિય મંત્રી માંડવિયાના અધ્યક્ષસ્થાને સર્કીટ હાઉસ ખાતે બેઠક યોજાઈ

આજે તા. ૦૫ ઓગષ્ટે કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષસ્થાને સર્કીટ હાઉસ ભાવનગર ખાતે એક બેઠક યોજાઈ હતી
આ બેઠકમા મંત્રીએ જણાવ્યુ હતું કે તા. ૧૨ ઓગષ્ટે સવારે ૧૦/૦૦ કલાકે નારી ચોકડી ખાતે નારી થી અધેલાઈ સુધી ના ૩૩ કીલોમીટર સુધીના આર. સી. સી. ના રૂપિયા ૮૨૦ કરોડ ના ખર્ચે બનનારા રોડ નું ખાતમુહુર્ત દેશના ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ના હસ્તે કરવામા આવશે આ કાર્યક્રમ પ્રસંગે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી, તેઓ પોતે તેમજ રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલ, નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળ ના કેટલાંક સભ્યો હાજર રહેશે.
તા. ૧૨ ના રોજ માન. મુખ્યમંત્રીના હસ્તે ભાવનગર તેમજ મહુવા ખાતે બનેલા હાઉસિંગ બોર્ડ ના મકાનો લોકાર્પિત કરાશે, જિલ્લા ભા. જ. પ. કાર્યાલય ના કામ નુ ખાતમુહુર્ત કરાશે, રૂપિયા ૦૮ કરોડ ની હીરા ની ચોરી થઈ હતી તે હીરા પરત મળી આવેલ હોય કોર્ટ માંથી પોલીસ ને આ હીરા નો કબ્જો મળેલ હોય પોલીસની સરાહનીય કામગીરી બદલ જિલ્લા પોલીસ વડા ને સન્માનિત કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે નારી થી અધેલાઈ સુધી નો ૩૩ કીલોમીટર નો રસ્તો બનવાથી અમદાવાદ-ભાવનગર નું અંતર ૩૦ કીલોમીટર ઘટશે અમદાવાદ થી ભાવનગર નું અંતર હાલ ૧૭૦ કીલોમીટર ની જગ્યાએ ૧૪૨ કીલોમીટર થશે. અમદાવાદ ધોલેરા એકસપ્રેસ રસ્તો અમદાવાદ ભાવનગર ની મુસાફરી ને સરળ બનાવશે.
નારી થી અધેલાઈ થી સર થી અમદાવાદ એકસપ્રેસ રસ્તો બે વર્ષના સમયગાળા મા પૂર્ણ કરવામા આવશે
આ બેઠકમા પ્રદેશ ભા. જ. પ. પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ગુજરાત હાઉસિંગ બોર્ડ ના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય આર. સી. મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ વક્તુબેન,મેયર મનહરભાઈ મોરી, જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસ, જિલ્લા આયોજન અધિકારી વાઘમશી, મ્યુ. કમિ. એમ. એ. ગાંધી, નેશનલ હાઈવે ઓથોરીટી સહિત સંબંધિત કચેરીઓના અધિકારીઓ તેમજ શહેરના જુદા જુદા એસો. ના હોદ્દેદારો હાજર રહ્યા હતા.