Main Menu

આનંદ પંડિતે જૉન અબ્રાહમ અભિનીત ‘સત્યમેવ જયતે’ માટે ઑલ ઇન્ડિયા થિએટ્રિકલ રાઇટ્સ મેળવ્યા

 

મુંબઈ: સારી કન્ટેન્ટવાળા સિનેમાને ટેકો આપવા માટે જાણીતા નિર્માતા આનંદ પંડિતે હવે આ સ્વતંત્રતા દિને રીલીઝ થઈ રહેલી જૉન અબ્રાહમ સ્ટારર સત્યમેવ જયતે માટે ઑલ ઇન્ડિયા થિએટ્રિકલ રાઇટ્સ પ્રાપ્ત કર્યા છે. અત્યંત સફળ પ્યાર કા પંચનામા 2 પછી આ આનંદ પંડિતનું પેનોરમા સ્ટુડિયોઝ સાથે બીજું સંયુક્ત સાહસ છે.

નિર્માતા આનંદ પંડિત કે જેમણે પ્યાર કા પંચનામા 2 જેવી ફિલ્મોનું વિતરણ કર્યું છે તેમણે ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, સરકાર 3, મિસિંગ અને ડેઝ ઑફ તફરી જેવી ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું છે અને તેમણે ટી-સીરીઝના નિર્માતા ભૂષણ કુમાર પાસેથી પોતાના બેનર આનંદ પંડિત મોશન પિક્ચર્સ હેઠળ સત્યમેવ જયતેના ઘરેલુ થિએટ્રિકલ રાઇટ્સ મેળવ્યા છે.

આનંદ પંડિત કહે છે, “મને ફિલ્મની કન્ટેન્ટમાં ખરેખર રસ પડ્યો અને મને ખાતરી છે કે દર્શકોને જૉન અબ્રાહમ અને મનોજ વાજપેયી જેવા મારા બે પ્રિય અભિનેતાઓના પાવરપૅક્ડ પર્ફોર્મન્સ ચોક્કસ ગમશે. કુમાર મંગત અને ભૂષણ કુમાર સાથે ફરીથી ટીમ બનાવવાનો આનંદ છે.”

પેનોરમા સ્ટુડિયોઝ સાથે આનંદ પંડિત મોશન પિક્ચર્સ દ્વારા વિતરિત અને ટી-સીરીઝ અને એમ્મે એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્મિત સત્યમેવ જયતે કે જેમાં જૉન અબ્રાહમ અને મનોજ વાજપેયીની મુખ્ય ભૂમિકાઓ છો તે આ સ્વતંત્રતા દિને 15મી ઓગસ્ટ 2018ના રોજ સમગ્ર વિશ્વમાં રીલીઝ થશે.