Main Menu

પલટનના નિર્માતા એ લડાખ ના નાથુ લા પાસ ને રિક્રિએટ કર્યું

 

સિનિયર ફિલ્મ સર્જક જે પી દત્તા કહે છે. હજારો ફૂટ ઊંચે પાતળી હવામાં કામ કર્યું છે
સિનિયર ફિલ્મ સર્જક જે પી દત્તાએ કહ્યું હતું કે મારી આગામી ફિલ્મ પલટનનું શૂટિંગ અમને રીતસર થકવી દેનારું હતું. અત્યંત વિષમ સંજોગોમાં અમે આ ફિલ્મનું શૂટિંગ કર્યુ ંહતું.

૧૯૬૭માં નાથુ લા વિસ્તારમાં ભારતીય લશ્કરે વિદેશી ધાડાં સામે દાખવેલી બહાદૂરી અને સીમાડા સાચવતા ભારતીય લશ્કરના જવાનો તથા અધિકારીઓના જીવન વિશેની કથા ધરાવતી આ ફિલ્મ છે. એના સર્જન વિશે બોલતાં દત્તાએ કહ્યું કે યુદ્ધ વિશેની આ ફિલ્મ કદાચ ભારતીય ફિલ્મોના ઇતિહાસમાં સૌથી વધુ પ્રભાવશાળી ફિલ્મ છે. અમે ૫૬ દિવસ સુધી લડાખમાં શૂટિંગ કર્યુ ંહતું. અત્યાર અગાઉ બીજી કોઇ ફિલ્મનુ શૂટિંગ આટલા લાંબા સમય સુધી લડાખમાં થયું નથી.ઠંડીના દિવસોમાં કેટલીક વાર તો રાત્રે ઉષ્ણતામાન ઘટીને ૨૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું થઇ જતું હતું. આપણને એમ લાગે કે શરીરમાં વહેતું લોહી હમણાં થીજી જશે.

‘ટુરિસ્ટો માટે ઓક્ટોબરમાં આ વિસ્તાર બંધ કરી દેવામાં આવે છે. યોગાનુયોગે અમે ઓક્ટોબરમાંજ શૂટિંગ શરૃ કર્યું હતું. એ માટે અમે અગાઉથી પરવાનગી મેળવી હતી. આ દિવસોમાં લડાખ શહેર તો ગતિવિધિ માટે રીતસર બંધ કરી દેવામાં આવે છે. દિવસોના દિવસો સુધી તમને એમ લાગે કે તમે કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારોમાં ફરી રહ્યા છો. ચકલુંય ફરકે નહીં એવું એ બિહામણું વાતાવરણ હતું. પરંતુ અમારા યુનિટનો ઉત્સાહ જોવા જેવો હતો. અમે સતત કામ કરતા રહ્યા હતા અને અમને સ્થાનિક વહીવટી તંત્ર તેમજ ભારતીય લશ્કરનો સરસ સપોર્ટ મળ્યો હતો. આ ફિલ્મ જોવા જેવી બની રહેશે.