Main Menu

પાલીતાણામાં રખડતા ઢોર અને સફાઈ અભિયાનનો ફિયાસ્કો

(પ્રતિનિધિ દ્વારા) ચેલેન્જર,પાલીતાણા : પાલીતાણા શાશ્વત તીર્થ તળેટી રોડ ઉપર જંબુદ્વિપના ગેટ પાસે ગંદકી અને પ્લાસ્ટીકના ઝબલા, ઘાસચારના ઉકરડાને કારણે થતી ગંદકીથી રોડ ઉપરથી પસાર થતાં સાધુ-સાધ્વીઓ અને યાત્રિકો ત્રાહિ પોકારી ઉઠ્યા છે. છતાં નગરપાલિકા કે જ્યાંથી સ્વચ્છતા અભિયાન શરૂ થયું હતું તે સ્થળે જ ગંદકી હોય તો તેને શું કહેશું ? જ્યારે આ સ્થળેથી જીવદયા અભિયાન પણ ચલાવાઈ રહ્યું છે. પણ અહીંથી જ રખડતા ઢોર સાધુ-સાધ્વીજી કે વૃદ્ધ શ્રાવકોને આખલાઓ ચીંગડે ચડાવે છે અને કેટલાયના હાથ-પગ ભાંગી નાખ્યા છે.તો એ સમજાતું નથી કે, શું સાધુ-સાધ્વીજી કે વૃદ્ધ શ્રાવકોમાં જીવ નથી ? તેના પ્રત્યે કોઈ દયા નહીં ?  તેના માટે ક્યારેય જીવદયા પ્રેમી વિચારવાની તસ્દી લીધી ?