Main Menu

આઇશા ટાકિયા જુદા જુદા બિઝનેસમાં હાલ વ્યસ્ત છે

સર્જરીના હેવાલને ફરી એકવાર રદિયો આપ્યો

મુંબઈ,તા. ૩૦
સલમાન સાથે વોન્ટેડ ફિલ્મમાં કામ કરીને લોકપ્રિય થયેલી અભિનેત્રી આઇશા ટાકિયા જુદા જુદા બિઝનેસમાં સક્રિય દેખાઇ રહી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં અભિનેત્રી આઇશા ટાંકિયાના કેટલાક ફોટા સપાટી ઉપર આવ્યા બાદ આને લઇને ભારે હોબાળો રહ્યો હતો. આ ફોટામાં તેના ચહેરાને એક દમ બદલાયેલો લોકોએ જાયો હતો. તે વખતે કેટલાક અહેવાલો આવ્યા હતા જેમાં જણાવાયું હતું કે, આઈશાએ પોતાના ચહેરાની પ્લાÂસ્ટક સર્જરી કરાવી છે અને તેના કારણે તેના ચહેરામાં કેટલીક વિકૃતિ દેખાઈ રહી છે પરંતુ હવે એવા અહેવાલોને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે, જે ફોટા પહેલા આવ્યા હતા તે ફોટા તેના ન હતા. બોગસ ફોટાઓ કોઇ વ્યÂક્ત દ્વારા મુકી દેવામાં આવ્યા હતા. આઈશાએ દાવો કર્યો છે કે, કોઇપણ પ્રકારની સર્જરી તેણે કરાવી નથી. જે ફોટા આવ્યા હતા તે ઉપજાવી કાઢેલા ફોટા હતા અને ચહેરાને બદલી દેવામાં આવ્યો હતો. તેનું કહેવું છે કે, સર્જરી કરાવવાનો કોઇ પ્રશ્ન જ થતો નથી. હાલમાં તે એક્ટિંગમાં કમબેક કરવા ઉપરાંત રેસ્ટોરન્ટ અને ફેશન લાઈનને લોંચ કરવાને લઇને વ્યસ્ત છે. આઈશા તાજેતરમાં જ મુંબઈના કોલાબા વિસ્તારમાં સ્થત એક રેસ્ટોરન્ટમાં નજરે પડી હતી. આઈશાએ કહ્યું હતું કે, જ્યારે તે પોતે પોતાના ફોટા જાઇને એક વખતે ચોંકી ઉઠી હતી. તે વખતે તે ગોવામાં હતી અને આને લઇને ટકોર કરવાની ઇચ્છા હતી પરંતુ વધારે વિવાદને ટાળવાના હેતુસર કોઇ નિવેદન કરવામાંઆવ્યા ન હતા. તે પોતે પણ અગાઉના ફોટાને જાઇને હાસ્યાસ્પદ સ્થતિમાં મુકાઈ ગઈ હતી. ખુબ ઓછા લોકોને આ અંગેની માહિતી છે કે, પ્રભુદેવા દ્વારા નિર્દેશિત ફિલ્મ વોન્ટેડમાં મુખ્ય અભિનેત્રીની ભૂમિકામાં આઈશા ટાંકિયા હતી. આ ફિલ્મમાં બોલીવુડ સુપર સ્ટાર સલમાન ખાનની મુખ્ય ભૂમિકા હતી

ફિલ્મમાં કમબેક કરવા અને ફેશન લાઇનને લોંચ કરવા માટેની તૈયારી : ફોટાની સાથે ચેડા કરાયો હોવાનો દાવો


error: Content is protected !!