Main Menu

પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાશે

પાલીતાણા : આજે તા. ૨૭ જુલાઈ ના રોજ બપોરે ૧૨/૦૦ થી ૧૩/૦૦ કલાક સુધી નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસના અધ્યક્ષસ્થાને પાલીતાણા મામલતદાર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી આ
બેઠક ૭૨ મા સ્વાતંત્ર્ય દિન ૧૫મી ઓગષ્ટ-૨૦૧૮ ની ઉજવણીનો કાર્યક્રમ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ની ઉપસ્થિતિમા પાલીતાણા ની તળેટી રોડ પર આવેલી પાલીતાણા હાઈસ્કુલ ખાતે સવારે ૯/૦૦ કલાકથી યોજાનાર છે તેની પુર્વ તૈયારીના ભાગ રૂપે યોજવામા આવી હતી.
આ બેઠકમાં કાર્યક્રમની પુર્વ તૈયારી માટે તમામ બાબતોની વિગતે જાણકારી ઉપસ્થિત અધિકારીઓને પ્રાંત અધિકારી પટેલ દ્વારા અપાઈ હતી જેવી કે- નિમંત્રણ કાર્ડ છપાવી અને વિતરણ કરવુ, સ્વાતંત્ર્ય
સેનાનીઓની માહિતી તૈયાર કરી દિન ૦૭ મા પ્રાંત અધિકારી પાલીતાણા ને સંબંધિત તાલુકાના મામલતદાર પહોંચતી કરશે તેમજ તેમને સ્થળ પર લાવશે તથા પરત લઈ જશે, ગ્રાઉન્ડ ની સફાઈ
લેવલીંગ કરવુ, એનાઉન્સર તરીકે મિતુલભાઈ રાવલ ફરજ બજાવશે, માઈક બેઠક વ્યવસ્થા ગોઠવવી, સાંસ્ક્રુતિક કાર્યક્રમ નુ આયોજન કરવુ, ખાસ કલા કારીગરી સ્કીલ દર્શાવતા કાર્યક્રમો યુવાનો દ્વારા કરાશે,
કાર્યક્રમ સ્થળે તેમજ અન્ય સ્થળોએ રંગોળી કરવામા આવશે, પ્રાથમિક શાળાઓમાં નિબંધ, ચિત્ર સ્પર્ધા યોજાશે, પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીત સુરાવલીમા વગાડવામા આવશે, રાષ્ટ્રધ્વજ કલેકટર કચેરીની હિસાબી
શાખા માંથી મેળવી લઈ દોરી, ગરગડી રાષ્ટ્રધ્વજની ચકાસણી કરવામા આવશે, વી. આઈ. પી. પત્રકારો સહિતની બેઠક વ્યવસ્થા ગોઠવવામા આવશે,સરકારી, બિન સરકારી કચેરીઓમા રોશની કરાશે, સ્વછતા
અંતર્ગત લોક જાગ્રુતિ સહિત શેરી સફાઈ ના કાર્યક્રમો થશે, તબીબી સુવિધા દવા સાથે ઉપલબ્ધ કરાશે, આ કાર્યક્રમ લોક ભાગીદારીથી કરવામા આવશે જેથી લોકોનો દેશપ્રેમ બળવત્તર બને.
આ બેઠકના અધ્યક્ષ અને નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસે આ બેઠકમાં હાજર રહેલા પરંતુ વ્યક્તિગત કુટેવ ને વશ થઈને વોટ્સ એપ માં મગ્ન અધિકારીઓ સામે લાલ આંખ કરી કડક ભાષામાં જણાવ્યુ હતું કે દેશના સ્વાતંત્ર્ય દિન ની જિલ્લા કક્ષાની ઉજવણી ના પુર્વ આયોજન અર્થે
આપણે મળ્યા છીએ ત્યારે આ પ્રકારની બાબતો નુ કોઈપણ બેઠકમા પુનરાવર્તન થશે તો તેઓ તેમને મળેલ સત્તાનો ઉપયોગ કરી સંબંધિત અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરશે અને તે શિક્ષાત્મક કાર્યવાહીમા ૦૧(એક) દિવસ ની જેલ ની જોગવાઈ છે.
આ બેઠકમાં પ્રાંત અધિકારી તળાજા, મહુવા, જિલ્લા આયોજન અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન, પી. જી. વી. સી. એલ, નાયબ મ્યુ. કમિશ્નર બી. એમ. સી. ,પાલીતાણા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, રેન્જ ફોરેસ્ટ ઓફીસર, આઈ. સી. ડી. એસ. સુપરવાઈઝર, પોલીસઈન્સપેક્ટર,પોલીસ સબ ઈન્સ્પેક્ટર સહિત સંબંધિત કચેરીઓના અધિકારી/ પ્રતિનિધિ હાજર રહ્યા હતા.
આ બેઠક પુર્ણ થયા બાદ તમામ અધિકારીઓએ પાલીતાણા હાઈસ્કુલ ના ગ્રાઉન્ડ ની મુલાકાત લીધી હતી


error: Content is protected !!