Main Menu

પૂ. બેન મ.સા.ને પ્રવર્તિની પદ પ્રદાનનો મહોત્સવ શરૂ

ઉત્સાહ – આનંદ અને ઉમંગ પૂર્વક પ્રવર્તિની પદ પ્રદાનનો મહોત્સવ શરૂ થઇ ગયો.
પૂ.આ.દેવ શ્રીમદ્‌ વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા.

 

ગઇકાલે અને આજથી ભારતભરમાંથી અને વિદેશમાંથી પૂ. ગુરૂદેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.ના તેમજ પૂ.સા.વર્યા વાચંયમાશ્રીજી મ.સા. (પૂ. બેન મ.સા.)ના ભક્તોની હારમાળા પાલીતાણા સિદ્ધક્ષેત્ર તીર્થ આવી રહી છે.
આજે સવારે ચેન્નઇ ધર્મશાળામાં મહોત્સવનાં પ્રારંભ સ્વરૂપે ચૈત્યવંદન તથા ભક્તામર સ્તોત્રનું પઠન તેમજ ભગવતી પદ્માવતી માતાના ૧૦૮ નામનું સ્તોત્ર સંગીત સાથે ગવાયું. જ્ઞાન- દર્શન – ચારિત્ર – રૂપ ત્રિદિવસીય મહોત્સવનો આજથી પ્રારંભ થઇ ગયો હતો. બરોબર ૮.૩૦ કલાકે લગભગ ૨૦૦૦ વર્ષ પ્રાચીન આદિનાથ ભગવાનની પ્રતિમાજીનું ભવ્ય સામૈયું થયું હતું. ગણિવર્ય વીતરાગયશ વિજયજી એ પ્રભુ પધારમણી વખતે વાતાવરણને પૂર્ણ ભક્તિમય બનાવી દીધું. ત્યારબાદ પરમ મંગલ કરનાર પરમ પ્રભાવિક શ્રી પાર્શ્વનાથ-પદ્માવતી માતાના મહાપૂજનનો પ્રારંભ થયો.

પૂજનમાં ભક્તિરંગો શ્રી વિપુલભાઇ વિધિકારક તથા શ્રી પીન્ટુભાઇ વહાવી રહ્યા હતા. નડીયાદના પ્રખ્યાત દાનવીર શ્રી દેવાંગભાઇ ઇપ્કોવાળા પોતાના વ્યસ્તતાના કારણે ૨૨ તારીખે આવી શકે તેમ ન હતા એટલે તેમના વિશાળ મિત્રમંડળ સહિત આજે લગભગ ૧૦ વાગ્યે પધારી ગયા. તેઓએ પ્રભુ પાર્શ્વનાથ તથા માતા પદ્માવતીને ફળ-પૂજા કરી ગદગદ થઇ જતાં ફરી પૂજ્ય ગુરૂદેવના તથા પૂ.બેન મ.સા.ના આશીર્વાદ લીધા. આ પ્રસંગે પૂ. ગુરૂદેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.એ દાન-શીલ-તપ અને ભાવ એ વિષયો પર મનનપૂર્ણ પ્રવચન કરી સભાને હલાવી દીધી હતી. આ પ્રસંગે “પ્રશ્નો ગુરુરાજના પ્રત્યુત્તર બેન મ.સા.” ના પુસ્તકનું ઉદ્‌ઘાટન શ્રી દેવાંગભાઇએ કર્યુ તેમજ શ્રી લબ્ધિ પ્રકાશ ગ્રંથ જેને જેહમત કરીને પૂ.સા.શીતાંશુયશા મ.સા. ના શિષ્યા પૂ.સા.મોક્ષયશા મ.સા.એ પ્રસિધ્ધ કરાવ્યો છે. તેનું પણ ઉદ્‌ઘાટન થયું. શ્રી દેવાંગભાઇ અને પ્રોફેસર શ્રી હસિતભાઇએ મર્મ પૂર્ણ ટુંકી ઉદ્‌ઘોષણા કરી અને ૨૦૨૦ નું ચાતુર્માસ પુનઃ નડીયાદમાં ‘સર્વ ધર્મસમાદર’ ચાતુર્માસ કરવાના તેમના નિર્ણયની ફરી યાદી અપાવી. આમ આજનો પ્રથમ દિવસનો ભવ્ય કાર્યક્રમ પૂર્ણ થયો. સાંજના સુંદર ભક્તિભાવના થશે.


error: Content is protected !!