Main Menu

સ્વચ્છંદાચારને નહિં પણ સંયમાચારને પસંદ કરો

આજથી પાંચ-દસ વર્ષ પહેલા કદી પણ ન સાંભળ્યા હોય તેવા આપઘાત અને હત્યાના સમાચાર રોજ પેપરના પાને આવતા હોય છે. મરનાર તો આ દુઃખી દુનિયામાંથી વિદાય થઇ ગયો હોય છે. પણ આ સમાચારથી બીજાના અનુભવે લાખો લોકો હતાશ થઇ જાય છે. આવું ન જ થવું જાઇએ, તેમ તેનો અંતર આત્મા પોકાર કરે છે પણ આ પોકાર સાંભળે કોણ ? આ હત્યા અને આપઘાતની પરંપરા બંધ કેવી રીતે થાય ? દરેક માણસ મુંઝાય છે. વિચારકો કહે છે આવું થવાનું કારણ અનિયંત્રિત મિડિયાના સાધનો છે. શા માટે ખૂનખરાબી થાય તેવા હિંસાના દ્રશ્યો ટી.વી.માં બતાવવામાં આવે છે.? શા માટે હત્યાના દ્રશ્યોને વધારેને વધારે ફોક્સ કરીને જનતા સામે રજુ કરવામાં આવે છે. ? શા માટે દુરાચાર – વ્યભિચારની વાતોને વધારે જાહેર કરવામાં આવે છે? એક વાત નક્કી છે કે, લોકો જેવું જાશે તેવું જ કરવાનું મન થશે. રેડીયાના માધ્યમથી, ટી.વી.ના માધ્યમ પર આવ્યા બાદ ગુનેગારી વધતી જ ગઇ છે. ટી.વી. તો એક સાધન છે, સાધનનો દોષ નથી.
જે સાધન સારા માણસની અને સારા જીવનની અનેક વાતો દેખાડી શકે છે. માધ્યમો તે તરફ લક્ષ્ય ન આપતા ખરાબ – હલકી – સંસ્કાર વિહીન- હિંસા પ્રધાન વાતો જનતા સમક્ષ રજુ કરીને જનતાને પણ હિંસા – વ્યભિચાર – આત્મહત્યાના માર્ગે ચઢાવે છે. જાગૃત નાગરિકોએ આવા દ્રશ્યો ન જાવા તેવી વાત માટે સહુને પ્રેરિત કરવા જાઇએ. સરકાર ભલે કોઇ એક ધર્મ વિશેષને પ્રોત્સાહન ન આપે છતાંય સર્વ ધર્મના સંતો જે જનતાને પોતાના ધર્મના રીતરિવાજાનો પ્રચાર કર્યા વિના પણ સંસ્કારો અને ઉચ્ચ મૂલ્યોનો બોધ આપતા હોય તેઓની સહાય લઇને જનતામાં સદ્‌વૃત્તિ જગાવી જ જાઇએ. ટી.વી. પર પણ સારી વાતો જાવી જ પડે એવી રાષ્ટ્ર વ્યાપી વ્યવસ્થા થવી જાઇએ. ધર્મ ગુરૂઓ હવે સંસ્કાર ગુરૂ, સદાચાર ગુરૂ, અધ્યાત્મ ગુરૂ અને જીવન નિર્માણ ગુરૂ બનવાની જરૂર છે. ઉપરોક્ત પ્રવચન પૂ.આ.દેવ શ્રીમદ્‌ વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા.પાલીતાણ ચેન્નઇ ધર્મશાળા ખાતે આપ્યું હતું.