Main Menu

પાલીતાણા એસ.ટી.તળેટીથી ઉપડે તો છે પણ બસ સ્ટેન્ડ ક્યાં…???

(પ્રતિનિધિ દ્વારા) ચેલેન્જર, પાલીતાણા : પાલીતાણા એસ.ટી. ડેપોની લાંબા રૂટની તમામ બસો પાલીતાણા કેસરીયાજી તળેટીથી ઉપડે છે અને પાલીતાણા ડેપોને બહુ મોટી આવક આ બસ સ્ટેન્ડથી થાય છે છતાં વર્ષોથી કેસરીયાજીની સામે જ્યાં બસ ઉભી રહે છે ત્યાં કોઈપણ પ્રકારનું બસ સ્ટેન્ડ કે બેસવાની વ્યવસ્થા નથી.  ઉનાળો કે ચોમાસામાં મુસાફરોને મુશ્કેલીનો પાર રહેતો નથી.વરસાદને કારણે મુસાફરે ક્યાં ઉભું રહેવું. જો વરસાદથી બચવા જાય તો બસ જાય અને નહીંતર વરસાદમાં ન્હાવું પડે. તેવી જ હાલત ઉનાળામાં બાળકો અને વૃદ્ધોની દયનિય સ્થિતિ હોય છે. છતાં વર્ષોથી આ સ્ટેન્ડ હોવા છતાં પાલીતાણા એસ.ટી.ડેપો, પાલીતાણાના રાજકીય આગેવાન, જૈન અગ્રણીઓ, આણંદજી કલ્યાણજીની પેઢીને પણ આ બાબત ધ્યાનમાં આવી નથી. તે અસરજ પમાડે તેવી વાત છે.