Main Menu

કૈલાસ માનસરોવરની યાત્રા બનશે સરળ : માંડવિયા

કૈલાસ માનસરોવરની યાત્રા કરવી એ દરેક ભારતીયોનું સ્વપ્ન હોય છે. ત્યારે માનસરોવરની યાત્રા વધારેમાં વધારે લોકો કરી શકે તે માટે 2 વર્ષ પહેલાં  નરેન્દ્રભાઈનાં પ્રયાસોથી નાથુલા રૂટ ખોલ્યો હતોપરંતુ પરંપરાગત રીતે ઉત્તરાખંડનાં માર્ગે લીપુલેખ પાસ થઈનેયાત્રા થાય છે.આ માર્ગ મોટરબેલ ન હોવાથી 100કિ.મી. યાત્રા ચાલતાં કરવી પડે છે અને25 દિવસ જેટલો સમય લાગે છે. જેથી સીમિત લોકો જ આ માર્ગેથી યાત્રા કરી શકે છે.આ યાત્રાને સરળ બનાવવાનાં ઉદ્દેશથી ઉત્તરાખંડમાં આવેલા પીથોરાગઢ-ધારચુલા થી લિપુલેખબોર્ડર સુધીના200 કિમીનાં રોડનું નિર્માણ રૂ.1600 કરોડનાંખર્ચેખુબ જ તેજ ગતિથી ચાલી રહ્યું છે. આ કામનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા એ રીવ્યુ મીટીંગ યોજી હતી.

આગામી 2020 સુધીમાં આ રોડનું કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

આ રોડ નિર્માણકાર્ય પૂર્ણ થવાથી ઉત્તરાખંડથી મોટરમાર્ગે લિપુલેખ પાસ થઈને માત્ર 10 દિવસમાં કૈલાસ માનસરોવર યાત્રા થઈ શકશે.

 



« (Previous News)