Main Menu

બ્લેકના વ્હાઈટ કરવા ધર્મશાળાઓ સહિત અનેક સંસ્થાઓ ધંધે લાગી હતી…!!!

(પ્રતિનિધિ દ્વારા) પાલીતાણા : સમગ્ર દેશભરમાં ૫૦૦-૧૦૦૦ની નોટોબંધ થવાના કારણે હડકંપ મચી ગઈ છે. વધારેમાં વધારે બ્લેકના વ્હાઈટ કેવી રીતે કરી શકાય અને સરકારી કાયદાથી કેમ બચી શકાય તેના કિમીયા શોધવાના ‘માલતેતુજાર’ લોકો શોધી રહ્યા હતા. આવા અનેક લોકો પાલીતાણાની ધર્મશાળા અને અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. વર્ષ દરમ્યાન જો દાનની રકમ આવી હતી તેના કરતા વધારેમાં વધારે દાન કેમ બતાવી શકાય તે માટે પણ અવનવા ગતકડા સંસ્થાઓ કરી રહી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ પહેલા અનેક વિટમણાઓ લઈને જેમ કે, બહારની દ્રષ્ટ્રીએ તીર્થ સ્થાન પાલીતાણામાં દરેક વસ્તુઓના ભાવો જરૂરીયાત કરતા વધારે પ્રમાણમાં લેવામાં આવતા હોય. ધાર્મિક પ્રસંગો પાલીતાણામાં ન ઉજવવા તેઓ નિર્ણય આચાર્ય ભગવંતોએ કરેલ. તેના કારણે ધાર્મિક પ્રસંગોમાં મોટા પ્રમાણમાં રોક લાગી જવા પામી છે. પહેલા કરતા યાત્રાળુની સંખ્યા પણ પ્રમાણમાં ઘટી હોવાના સંકેત મળે છે. પરંતુ ધર્મશાળામાં આશ્ચર્યજનક આ વર્ષે આવકમાં તેમજ દાનમાં કાગળ ઉપર વધારો થાય તેવા સંકેતો મળી રહેલ છે. જેમ કે, હાલ બનાવેલ ચોપડાના બદલે આખા વર્ષના નવા ચોપડાઓ સંસ્થાઓમાં બની રહ્યા હતા. તેવી પાલીતાણામાં લોકચર્ચા ‘ટોપ ઓફ ધ ટાઉન’ બની છે.
સીએના માર્ગદર્શન હેઠળ નવા ચોપડા બનાવવાનું શરૂ થઈ ગયેલ છે. આનો ઉદ્દેશ એકમાત્ર ધર્મશાળાઓમાં માલે તુ જાર લોકો ટ્રસ્ટીઓ તરીકે બિરાજે છે. તેમના પૈસા બ્લેકના વ્હાઈટ કરવા આ ધર્મ સ્થાનોનો વધારેમાં વધારે કેમ ઉપયોગ કરી શકાય તેવા કિમીયા શોધીને પોતાના પૈસા કઈ રીતે વ્હાઈટ કરી શકે તે બાબતમાં હાલ ચિંતામાં દેખાય રહ્યા છે. તો આ બાબતે ચેરીટી કમિશ્નર, આઈટી વિભાગ તપાસ કરીને સત્ય બહાર લાવશે ? કે પછી તેઓ બ્લેકના વ્હાઈટ કરવા સફળ રહેશે. તે તો આવનારો સમય જ બતાવશે.
પરંતુ અત્યારે તો ટ્રસ્ટી, મેનેજર, ધર્મશાળા અને સંસ્થાઓના કર્મચારી ધંધે લાગેલા જોવા મળી રહ્યા હતા. એકાઉન્ટટ, મેનેજર, ટ્રસ્ટીઓ, ઓડીટર સરકારી નિયમોની પકડમાં ન આવીએ તેની રાત-દિવસ જોયા વગર પુરી લગનથી મહેનત કરી રહ્યા હતા.બાકી તો સમય વિત્યે જ ખ્યાલ આવશે કે, લાભ કોણ મેળવે છે. કાયદાના પાલનહાર કે, કાયદાથી બચનાર.






Comments are Closed