Main Menu

પંચમહાવ્રત પ્રદાન મહોત્સવ

વિશાનીમા જૈન ધર્મશાળા પાલીતાણામાં પંચમહાવ્રત પ્રદાનનો ભવ્ય
મહોત્સવ ઉજવાય ગયો. સા.વર્યા જિનયશાશ્રીજી તેમજ જયયશાશ્રીજીને આજે હજારો
વર્ષથી ચાલી આવતી પ્રાચીન વિધિ પ્રમાણે પાંચ મહાવ્રતનું પ્રદાન અનેક તીર્થોદ્ધારક
પૂ.આ.દેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.એ ખૂબ જ ઉલ્લાસપૂર્વક કરાવ્યું. પૂજ્યશ્રીએ જણાવ્યું
કે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રત તો સાધુ
જીવનની જીવનભરની સાધના છે. રાત્રે કે દિવસે, ગામમાં કે નગરમાં, એકલા હોય કે
લાખો માનવો થી વીંટળાયેલા હોય ત્યારે કે ગમે તે દશામાં સાધુ આ મહાવ્રતોનું પાલન
કરે. એક લેખક એક જ પુસ્તક લખીને માનવ સમાજ પર ઉપકાર કરે છે. એક કવિ
એક કાવ્ય ‘વંદે માતરમ્‌’ જેવું લખીને ક્રોડોની રાષ્ટ્રચેતનાને ઉજાગર કરે છે. તેમ એક
જ સાધુ કે સાધ્વી પોતે પાંચ મહાવ્રતને ગ્રહણ કરી અને સારી રીતે પાલન કરીને સમસ્ત
માનવ જીવન અને સમસ્ત વિશ્વ પર એક ઉપકાર કરે છે. એના સંયમ જીવનનો લાભ
તેને પોતાને તો મળે જ છે. સાથે સમસ્ત સૃષ્ટિ પણ એ લાભથી ધન્ય બને છે. વિશાળ
પ્રવચન હોલમાં જ્યારે બરોબર ૧૧.૨૩ મિનિટે મહાવ્રત ઉચ્ચારણનો ઉદ્‌ઘોષ થયો ત્યારે
સહુ આનંદથી ઉછળી રહ્યા હતા. આ પ્રસંગે અમદાવાદથી ૯૨ વર્ષીય હીરા કાકા પધાર્યા
હતા. તો શ્રી મહેન્દ્રભાઇ જેઓ મહેન્દ્રપુરમ્‌ તીર્થના સ્થાપક છે. તે પણ પધાર્યા હતા. અને
પોતાની પ્રતિષ્ઠા પૂ. ગુરૂદેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં કરવાનું ઘોષિત કરી
હતી. પૂ. ગુરૂદેવ પ્રતિષ્ઠાનું વિધિવત્‌ મૂર્હૂત શ્રાવણ સુદ-૧૦ તા.૨૦ ઓગસ્ટ ૨૦૧૮ ના
જાહેર કરાશે.
અને તેઓએ સહુને પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો. ગુરૂભક્ત શ્રી
જીતુભાઇએ આ આખા પ્રસંગનું ઉલ્લાસ પૂર્વક આયોજન કર્યું હતું. અને ગણિવર્ય
વીતરાગયશ વિ.મ.સા. એ આગામી ચાતુર્માસની માહીતી આપી હતી.