Main Menu

ભાવનગર જિલ્લા જેલ ખાતે કુલ-૪૬૮ બંદીવાનોએ યોગ કર્યો

સમગ્ર ભાવનગર જિલ્લાની સાથે વિશ્વ યોગ દિવસ ૨૧ જુન અંતર્ગત ભાવનગર જિલ્લા જેલ ખાતે કુલ-૪૬૮ બંદીવાનોએ યોગ કર્યો હતો

આ કાર્યક્રમમાં જિલ્લા જેલના  તમામ અધિકારી/કર્મચારી ઉપરાંત  ૨૪ બંદીવાન બહેનો અને ૪૪૪ –પુરૂષો સહિત કુલ ૪૬૮ બંદીવાનોએ યોગ કર્યો હતો આ કાર્યક્રમની છેલ્લાં એક સપ્તાહથી તૈયારી થઈ રહી હતી જેમાં રમતગમત અધિકારીની કચેરીના ૦૨ ટ્રેઈનર તેમજ આયુષ ના ડો. સુનિલ મહેતા અને પ્રુથ્વીરાજસિંહ ગોહિલ દ્વારા બંદીવાન ભાઈઓને તથા ડો. માનસીબેન ત્રિવેદી દ્વારા બંદીવાન બહેનોને યોગની તાલીમ આપવામાં આવી હતી જેલ અધિક્ષકશ્રી જે. એલ. તરાલ, જેલરશ્રી એ. આઈ. શેખ, શ્રી આર. સી. ચૌધરી તેમજ જેલ સ્ટાફ દ્વારા સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સુંદર સલામતી વ્યવસ્થા જાળવવામાં આવી હતી.



(Next News) »