Main Menu

પ્લાસ્ટીક ડ્રાઈવના નામે એક નાટક !!!

પાલીતાણા નગરપાલીકા દ્વારા પર્યાવરણ સપ્તાહ અનુસંધાને પ્લાસ્ટીક ડ્રાઈવના નામે એક નાટક !!!
ચેલેન્જર,પાલીતાણા ઃ પાલીતાણા શહેરની આમ તો હલકી કક્ષાના તમામ પ્લાસ્ટીકના વેચાણ અને વપરાશ માટે મનાઈ છે તેમજ પાલીતાણા ચાર થાંભલાથી લઈને તળેટી સુધી સંપૂર્ણ પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધનું કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડેલું છે. છતા આખા શહેરમાં પાના માવાના પેકિંગ તરીકે તમામ દુકાનો ઉપર પ્લાસ્ટીકના વેપર, દરેક ચાની હોટલો અને લારીઓમાં પ્લાસ્ટીકના કપ તેમજ ૫૦ માઈક્રોથી નીચેની કક્ષાના શાકભાજી, ફળફળાદી અને અન્ય ચીજવસ્તુઓ લઈ જવા માટે પ્લાસ્ટીક બેગ સંપૂર્ણ પણે ગેરકાયદેસર હોવા છતા તેને પાલીતાણામાં સરેઆમ ઉપયોગ થઈ રહ્યો છે. અને નગરપાલીકાએ પર્યાવરણ સપ્તાહની ડ્રાઈવના નામે પાલીતાણામાં એક નાટક ભજવ્યું અને અખબારોમાં પ્રસિદ્ધિ મેળવી કે પાલીતાણા નગરપાલીકા પ્લાસ્ટીકનું ચેકિંગ કરી પ્લાÂસ્ટક કબ્જે કરી અને વેપારીઓ પાસેથી દંડ વસુલ્યો પરંતુ આ બાબતે ગત ૮ તારીખે નગરપાલીકા દ્વારા કરવામાં આવેલ દંડ બાબતની માહિતી માંગતા આરોગ્ય શાખાના દાજીને પુછતા તેણે જણાવેલ કે, દંડની વિગત ટેક્સ શાખામાંથી મળશે. ટેક્સ શાખામાં અમે જ્યારે પુછવા ગયા ત્યારે ટેક્સ શાખામાંથી એવું કહેવામાં આવ્યું કે, આ દંડની વિગત આરોગ્ય શાખામાંથી મળશે. ત્યારે અમે ફરીથી આરોગ્ય શાખામાં દાજીને પુછતા કે, દંડની વિગત તમારી શાખામા છે તેવું અમોને ટેક્સ શાખામાંથી કહે ત્યારે દાજીએ બે ત્રણ ફાઈલો ખોલી એક પ્લાસ્ટીક જપ્ત કર્યો હોય તેવું એક કાગળ બતાવીને કહેલ કે, આ વિગત મારી પાસે છે. દંડની વિગત મારા પાસે નથી. તે વિગત તમે રસિકભાઈ ધુરકા પાસે હશે તેની પાસેથી મેળવી લેવી. જેથી અમે રસિકભાઈ ધુરકાના ગોતીને પુછ્યું કે ભાઈ, તમે કોઈ પ્લાસ્ટીકવાળાને દંડ કર્યો હોય તો તે વેપારીઓના નામ આપો. ત્યારે રસિકભાઈએ કહેલ કે, અમે કોઈને દંડ કરેલ નથી. ફક્ત થોડું પ્લાસ્ટીક લઈ આવ્યા છીએ. પરંતુ રસિકભાઈથી અમે થોડા દુર ગયા ત્યારે નગરપાલીકામાં નહીં નામ દેવાની શરતે અમને એવું જણાવેલ કે, અમારે તો પાલીતાણાને પ્લાસ્ટીક મુક્ત અને કાયદેસર કામ કરવું છે. પરંતુ અમે જ્યારે કોઈ વેપારીને ત્યાં પ્લાસ્ટીક પકડીએ કે, દંડની વાત કરીએ તરત જ કોઈને કોઈ નગરસેવકનો કે કોઈ પદાધિકારીઓનો ફોન આવી જાય છે. અને અમારે વિલા મોઢે પાછું ફરવું પડે છે. નગરસેવકોને જ નગરની સુવિધા વધારવાના બદલે તેના વેપારી મિત્રોને સાચવવાની વધારે પડી હોય છે. તો અમે શું કરીએ ?
આ નગરપાલીકાના કર્મચારી કે નગરસેવકોની કારણે પ્લાસ્ટીકના નિયમોનું પાલન ન થવાથી શહેરમાં પુષ્કળ પ્રમાણમાં પાના-માવાના પ્લાસ્ટીકના વેપર, પાણીના પાઉચનું પ્લાÂસ્ટક, ચાના કપ, હલકી કક્ષાની પ્લાસ્ટીક બેગ, વગેરે આખા દિવસ રોડ ઉપર નાખવામાં આવે છે. અને જ્યારે સવારે સફાઈ કર્મચારીઓ રોડ ઉપર સફાઈ કરીને ત્યાંથી પ્લાસ્ટીક ઉપાડવાના બદલે તે જ સ્થળે ઠેર ઠેર સળગાવી દેવામાં આવે છે. જેનાથી વહેલી સવારે નગરજનો ચાલવા કે ઓÂક્સજન મેળવવા માટે નિકળે છે ત્યારે આ પ્લાસ્ટીકના દુર્ગંધયુક્ત ધુમાડાનું પ્રદુષણ શ્વાસમાં મેળવી ધન્ય બને છે. શું આપણે પાલીતાણાના નગરજનોને આવી સારી સુવિધા આપી રહ્યા છીએ.