Main Menu

પાલીતાણામાં સંયમ રજત મહોત્સવ ત્રિદિવસીય ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાશે

ચેલેન્જર, પાલીતાણા ઃ પાલીતાણા ખાતે સંયમ રજત મહોત્સવની ત્રિદિવસીય ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવશે. પ.પૂ.આ.શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પ.પૂ.ગણિવર્ય વિતરાગયશ વિ.મ.સા.ના સંયમ રજત વર્ષ નિમિત્તે તા.૨૨થી ૨૪ સુધી અનેક કાર્યક્રમો યોજાશે.
જેમા તા.૨૨ને શુક્રવારે શત્રુંજય મહાપૂજન, તા.૨૩ને શનિવારે પૂ.ગણિવર્ય વિતરાગયશ વિ.મ.સા.ના દીક્ષા દિન નિમિત્તે ‘ગુરુ રાજ સંગે ગિરિરાજ ‘ભેટીયે’નો અદ્‌ભુત કાર્યક્રમ, ગિરિરાજની સમુહ યાત્રા, તા.૨૪ને રવિવારે શ્રી પાર્શ્વ પદ્માવતી મહાપૂજન વિગેરે જેવા અનેક કાર્યક્રમો ચેન્નઈ ચંદ્ર યાત્રિક ભવન ધર્મશાળા, તળેટી રોડ, પાલીતાણા ખાતે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે. સંયમ રજત મહોત્સવના લાભાર્થી શ્રી બાદરમલજી નરેન્દ્રકુમારજી કરાટરિયા પરિવારે લાભ લીધો છે.
તેમજ તા.૨૨ જુલાઈના રોજ પૂ.સા.વાચંયમાશ્રીજી મ.સા.(બેન મ.સા.)ની પ્રવર્તિની પદ પ્રદાન અને તા.૨૫ જુલાઈના રોજ પાલીતાણા ખાતે ચાર્તુમાસનો પ્રવેશ યોજાશે.