Main Menu

રત્નની પ્રતિમાઓનું જિનાલયની પ્રાણ પ્રતિષ્ઠા


ચેલેન્જર,સુરત : ગચ્છાધિપતિ આ.ભ.શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા અને શિષ્યરત્ન આ.ભ.શ્રી વિજય મોક્ષરત્નસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં સુરતના વેસુ વિસ્તારમાં મુનિ સુવ્રતસ્વામી જિનાલયમાં રત્નની ૮૪ પ્રતિમાઓની સ્થાપના ૧૬ જુને કરવામાં આવી હતી.જે સમગ્ર ગુજરાતમાં પ્રથમ છે. તેમાં ૨૭ પૂજનીય અને ૫૭ દર્શનીય પ્રતિમાજીઓ હશે. ૧૪ જૂને બેસતા મહિનાના માંગલિક સાથે પ્રતિમાજીઓના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો હતો. સુરતમાં જૈન મંદિરમાં ૮૪ જેટલી રત્નની પ્રતિમાઓની સ્થાપના કરાઈ છે. આ મંદિર અંગે ગચ્છાધિપતિ શ્રી અભયદેવસૂરીશ્વરજી મ.સા.એ કહ્યું કે ગુજરાતમાં સૌપ્રથમ ફક્ત રત્નજડિત પ્રતિમાઓનું મંદિર તૈયાર કરાયું છે. તેમાં કુલ ૮૪ પ્રતિમાજીમાં ૨૭ પૂજનીય છે, જેમની નિત્ય પૂજા કરાશે. બાકીની ૫૭ ફક્ત દર્શન માટે છે. માણેક, મોતી, મૂંગા, નીલમણિ, ટાયગર, કેટ્‌સઆઈ અને ઓસ્ટ્રેલિયા ઝેડ જેવા દુર્લભ રત્નો મગાવીને પ્રતિમાજીઓ તૈયાર કરાવાઈ છે.૧૬ જૂને આ પ્રતિમાજીઓની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે હજારો ગુરુભક્તોની વચ્ચે સંપન્ન થઈ હતી.