Main Menu

ચિત્રા-બેંક કોલોનીમાંથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

ગઇકાલ ભાવનગર,એલ.સી.બી સ્ટાફનાં માણસો એલ.સી.બી. ઓફિસ હાજર હતાં.તે દરમ્યાન પો.કોન્સ. ચંદ્દસિંહ વાળા તથા અજયસિંહ વાઘેલાને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર,ચિત્રા, રામદેવ પેટ્રોલપંપ પાછળ,મોરીનાં મઢ પાસે રહેતાં કાંતિભાઇ મથુરભાઇ બારૈયા પોતાનાં રહેણાંક મકાન પાસે સફેદ કલરની હ્યુંડાઇ કંપનીની એસન્ટ કાર રજી.નં.GJ-1-HG 5993માં પરપ્રાંત દારૂ તથા દેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.અને આ કાંતિભાઇએ બહારથી પરપ્રાંત દારૂનો જથ્થો મંગાવેલ જે પરપ્રાંત દારૂનો જથ્થો તેનાં માણસ જગદિશ ઉર્ફે એડો પોપટભાઇ પરમાર રહે.પ્લોટ નં.૧૭/સી,બેંક કોલોની,ચિત્રા, ભાવનગરવાળાનાં રહેણાંક મકાનમાં સંતાડી રાખેલ છે.જે બાતમી આધારે ચિત્રા,રામદેવ પેટ્રોલપંપ પાછળ આવી રેઇડ કરતાં સફેદ કલરની હ્યુંડાઇ કંપનીની એસન્ટ કાર રજી.નં.GJ-1-HG 5993માં ડ્રાયવીંગ સીટ પર બેસેલ કાંતિભાઇ મથુરભાઇ બારૈયા ઉ.વ.૪૦ રહે.મોરીનાં મઢ પાસે, રામદેવ પેટ્રોલ પંપ પાછળ,ચિત્રા,ભાવનગરવાળા મળી આવેલ.તેની કારમાંથી પરપ્રાંત બનાવટનો ૧૮૦ ML બોટલ નંગ-૨૧૬ કિ.રૂ.૨૧,૬૦૦/-,૭૫૦ ML બોટલ નંગ-૭૯ કિ.રૂ.૨૩,૭૦૦/-,દેશીદારૂ લી. ૪૨૦ કિ.રૂ.૮,૪૦૦/-,કાર કિ.રૂ.૧,૫૦,૦૦૦/-તથા મોબાઇલ-૧ કિ.રૂ.૧,૦૦૦/-નો મુદ્દામાલ તથા જગદિશ ઉર્ફે એડો પોપટભાઇ પરમાર રહે.પ્લોટ નં.૧૭/સી,બેંક કોલોની,ચિત્રા,ભાવનગરવાળાનાં રહેણાંક મકાને આવી રેઇડ કરતાં જગદિશ ઉર્ફે એડો પોપટભાઇ પરમાર કે અન્ય કોઇ હાજર મળી આવેલ નહિ.તેનાં મકાને આવેલ બાથરૂમ તથા રૂમમાંથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક ૭૫૦ ML અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-૬૨૨ કિ.રૂ.૧,૮૬,૬૦૦/- તથા ૧૮૦ ML બોટલ નંગ-૧૪૪ કિ.રૂ.૧૪,૪૦૦/-,બિયર ટીન-૧૨૦ કિ.રૂ.૧૨,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૪,૧૭,૭૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ.જેથી આરોપી કાંતિભાઇ મથુરભાઇ બારૈયાને ધોરણસર અટક કરેલ.જે બંને વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.
આમ,કુલ રૂ.૪,૧૭,૭૦૦/-નાં ઇંગ્લીશ દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે.
આ સમગ્ર કામગીરીમાં ભાવનગર,એલ.સી.બી. પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા,પો.સબ ઇન્સ. એન.જી. જાડેજાની સુચના હેઠળ સ્ટાફનાં વનરાજસિંહ ચુડાસમા,પ્રદ્યુમનસિંહ ગોહિલ,હર્ષદભાઇ ગોહિલ,રાકેશભાઇ ગોહેલ,અજયસિંહ વાઘેલા,ચંદ્દસિંહ વાળા,જગદેવસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ રાયજાદા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.



(Next News) »



Comments are Closed