Main Menu

આડોડિયાવાસમાંથી રૂ.૪૫,૦૦૦/-નો વિદેશી દારૂનો જથ્થો ઝપડી પાડ્યો

ગઇકાલ ભાવનગર,એલ.સી.બી સ્ટાફનાં માણસો એલ.સી.બી. ઓફિસ હાજર હતાં.તે દરમ્યાન પો.કોન્સ. હર્ષદભાઇ ભાયભાઇ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, અજય ઉર્ફે કાળુ ઉર્ફે ભગત મોહનભાઇ આડોડિયા રહે.આડોડીયાવાસ,ભાવનગરવાળા તેનાં રહેણાંક મકાને પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.જે બાતમી આધારે મકાને રેઇડ કરતાં અજય ઉર્ફે કાળુ ઉર્ફે ભગત મોહનભાઇ આડોડીયા રહે.આડોડિયાવાસ, ભાવનગરવાળા કે અન્ય કોઇ હાજર મળી આવેલ નહિ.તેનાં મકાને આવેલ રૂમમાંથી જડતી તપાસ કરતાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક ૭૫૦ ML અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-૧૫૦ કિ.રૂ.૪૫,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ.જેથી આરોપી અજય ઉર્ફે કાળુ ઉર્ફે ભગત મોહનભાઇ આડોડીયાને પકડવાનો બાકી રહેલ.તેનાં વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.
આમ,કુલ રૂ.૪૫,૦૦૦/-નાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે.
આ સમગ્ર કામગીરીમાં ભાવનગર,એલ.સી.બી. પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા,પો.સબ ઇન્સ. એન.જી. જાડેજાની સુચના હેઠળ સ્ટાફનાં વનરાજસિંહ ચુડાસમા,હર્ષદભાઇ ગોહિલ,ચંદ્દસિંહ વાળા,જગદેવસિંહ ઝાલા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.






Comments are Closed