Main Menu

બંધુ ત્રિપુટીઓનો રતલામ ખાતે ચાતુર્માસ

અયોધ્યાપુરમ્‌ મહાતીર્થના પ્રેરક બંધુ ત્રિપુટી આ જિનચંદ્રસાગર અને હેમચંદ્રસાગરસૂરિજીની પાવન નિશ્રામાં અનેક કાર્યક્રમો, મીટીંગો ભવ્યતાથી ઉજવાયા બાદ પૂજ્યશ્રીઓનું આગામી દિવસોમાં રતલામ(એમ.પી.) ખાતે ચાતુર્માસ માટે આગમન થશે.
જૈનાચાર્યતીર્થ અયોધ્યાપુરમ્‌ તીર્થના પ્રેરક માર્ગદર્શક બંધુ ત્રિપુટી પૂ.આ. જિનચંદ્રસાગરસૂરી મ.સા. પૂ.આ.હેમચંદ્રસાગરસુરિ મ.સા.ની નિશ્રામાં આ તીર્થ મધ્યે ભવ્ય કાર્યક્રમોની શ્રેણીનાં માધ્યમે અનેકાનેક ભક્તજનોના જીવનમાં આધ્યાત્મિક જાગૃતિ આવી છે.
યુવાશિબીર-નવપદજીની ઓળી ૫૬માં દીક્ષા જીવનમાં પ્રવેશ-બાળમુમુક્ષુ આદેશ (ઉં.વ.૧૩)ની દીક્ષા શાંતિસ્નાત્ર મહાપૂજન-નવપદજીની પૂજા (પ્રથમ-સંપ્રતિ આદિ શાસ્ત્રીય સંગીકારોન સુરાવલીઓ સાથે વિવિધ પ્રસંગો ભવ્યતાથી ઉજવાયો. આ બન્ને આચાર્ય ભગવંતો માંડવગઢ ત્રિદિવસીય શિબીર લીમડીમાં ૨૮ જૂને દેરાસરના જીર્ણોદ્ધાર માટે ખાતમુર્હુત અને શિલાન્યા કરશે. ઉજ્જૈનમાં અને ઈન્દોરના વિવિધ સંઘોમાં કાર્યક્રમોની શૃંખલા બાદ ચાતુર્માસ માટે રતલામમાં પ્રવેશ કરશે.