Main Menu

પાલીતાણામાં ધો.૧૦ નું રીઝલ્ટ નાના શહેરોથી પણ ખરાબ

પાલીતાણા હાઈસ્કુલના સ્ટાફ દ્વારા ગત વર્ષોના પરીણામને સુધારવા માટે કરેલ પ્રયત્ન બદલ અભિનંદન…

ચેલેન્જર,પાલીતાણા
પાલીતાણા શહેર ભાવનગર જિલ્લાનું સૌથી લોકપ્રિય અને ખ્યાતનામ છે. પાલીતાણામાં રાજકીય, સામાજિક અને ધાર્મિક રીતે પણ આગળ છે. છતા માધ્યમિક શિક્ષણ બાબતમાં પાલીતાણા શહેરની આજુબાજુના પ૦ કિલોમીટરમાં આવતા શહેરમાંથી પણ ખરાબ પરીણામ એસએસસી બોર્ડમા સુધરેલા ગામડા જેવું પાલીતાણા કેન્દ્રનું રહ્યું છે. આમ તો જુદી જુદી માધ્યમિક શાળાઓ સતત પોતાની સ્કુલના તેજસ્વી તારલાના ફોટાવાળા પેમ્પલેટો અખબારમાં નખાવે છે. પરંતુ તેના થોડા વિદ્યાર્થીઓ સિવાય કેટલા નાપાસ થયા કે ઓછા પર્સન્ટેજ આવ્યા તેની વિગતો પેમ્પલેટમાં નાખવામાં આવતી નથી. આવી પ્રાઈવેટ સ્કુલો પહેલેથી જ હોશિયાર હોય અને તેના વાલીઓ પણ વેલ એજ્યુકેટેડ હોય તેવા વિદ્યાર્થીઓ દાખલ કરી. સારુ ન ભણાવે તો પણ વિદ્યાર્થી અને તેના વાલીઓ જાત મહેનતે સારુ પરીણામ લાવતા હોય છે. અને તેનો યશ આ પ્રાઈવેટ સ્કુલો લેતી હોય છે. આવી પ્રાઈવેટ સ્કુલોમા પ્રાથમિકમા જા કોઈ વિદ્યાર્થીઓ નબળા હોય તો તેને એનકેન પ્રકારે આઠમાં ધોરણનું લીવીંગ સર્ટી. પકડાવી અને વળાવી દેવામાં આવે છે. તેથી તેની સ્કુલનું પરીણામ સારુ જ રહેવાનું. પરંતુ સાચી હકિકત તો એ છે કે, પાલીતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત હાઈસ્કુલનું જ પરીણામ સારૂ ગણાય. કારણ કે પાલીતાણાની પ્રાઈવેટ સ્કુલો અને જૈન સ્કુલોમાંથી જેને કાઢી મુકવામાં આવે છે તે સૌ કોઈને પાલીતાણા એજ્યુકેશન સોસાયટીની પાલીતાણા હાઈસ્કુલમાં એડમીશન આપવામાં આવે છે. અને તેના સ્ટાફ દ્વારા સતત મહેનતથી તૈયાર કરીને ૧૦૦ ટકા નાપાસ થનારા વિદ્યાર્થીઓને શક્ય હોય તેટલા પાસ કરાવવા માટે સંપૂર્ણ શક્તિ લગાડે છે. તે અભિનંદનને પાત્ર છે. જા જૈન સંસ્થાનો કચરો હાઈસ્કુલમાં ન ઠાલવવામાં આવે તો ચોક્કસ દાવા સાથે જૈન સંસ્થા કરતા પણ હાઈસ્કુલનું સારુ પરીણામ આવી શકે. સૌથી વધારે સીએમ વિદ્યાલયમાંથી નબળા વિદ્યાર્થીઓને એનકેન પ્રકારે લીવીંગ સર્ટી. કાઢી દેવામાં આવે છે. અને ફક્ત સારા વિદ્યાર્થીને જ રાખીને પરીણામ રૂપાળુ દેખાડાય છે.
પાલીતાણાની સેન્ટ ઝેવીયર્સ સ્કુલમાં શિક્ષિણ સારુ છે. વ્યવસ્થા સારી છે. પ્રિન્સીપાલ(ફાધર)નો સ્વભાવ પણ સારો છે. પરંતુ તેના સ્ટાફના અમુક લોકો અને પટ્ટાવાળા શિક્ષણ સંસ્થાને શોભે તેવા રાખવાના બદલે કોઈ બુટલેગરને ત્યાં નોકરી હોય તેવા સ્વભાવના માણસો રાખીને સંસ્થાનું નુકશાન કરી રહ્યા છે. બહારથી આવતા વાલીઓ કે અન્ય લોકોને ફાધર સાથે મુલાકાત વગર જ બહારથી દોણી પકડાવી દેવામાં આવે છે કે, ફાધર મળવા માંગતા નથી.
પાલીતાણાની શિક્ષણ સંસ્થાઓના ટ્રસ્ટીઓ એટલા પણ વ્યવહારી નથી કે, શિક્ષણ ક્ષેત્રમાં વ્યવસ્થાપકો અને સ્ટાફ શિક્ષણને શોભે તેવો રાખવો જાઈએ નહીં કે પોલીસ સ્ટેશનમાં શોભે. દરેક ક્ષેત્રમાં અલગ અલગ પ્રકારના વિનય-વિવેકની જરૂરીયાત હોય છે. તો શિક્ષણમાં નાના કુમળા અને આવતી કાલના ભારતના નાગરીકોનું ઘડતર કરનાર શિક્ષણ સંસ્થામાં વ્યવસ્થાપકો અને સ્ટાફ કેવો હોવો જોઈએ.

પાલીતાણાના ધો.૧૦નું પરીણામ શાળા પ્રમાણે

શાળાનું નામ              ટકાવારી
સેન્ટ ઝેવીયર્સ            ૧૦૦
મોર્ડન સ્કુલ                  ૯૨.૫૪
સનરાઈઝ(ઈ.મી.)        ૯૦.૮૧
સતુઆબાબા                ૮૭.૬૧
અંકુર વિદ્યાલય            ૮૬.૨૭
શિવશક્તિ સાયન્સ સ્કુલ૮૫.૦૦
સનરાઈઝ(ગુ.મી.)         ૮૪.૭૦
સી.એમ.વિદ્યાલય          ૬૩.૬૦
કન્યા વિદ્યાલય             ૫૮.૩૫
સંસ્કાર ભારતી              ૫૧.૩૫
આદર્શ વિદ્યાલય(માનવડ) ૪૭.૦૫
ગુરુકુળ – પાલીતાણા       ૪૫.૪૫
હાઈસ્કુલ                       ૨૯.૦૮

પાલીતાણાની નજીક આવતા શહેરોના પરીણામની ટકાવારી 

કેન્દ્ર             ૨૦૧૮ની ટકાવારી
કૃષ્ણનગર ભાવનગર ૮૧.૫૨
તળાજા          ૭૫.૩૦
સિહોર           ૭૪.૬૬
ભાવનગર(પૂર્વ)    ૭૩.૮૨
સણોસરા         ૭૩.૪૦
ઉમરાળા         ૭૦.૯૭
રંઘોળા          ૭૦.૮૪
ઠાડચ           ૬૬.૪૨
વાળુકડ(પાલીતાણા) ૬૬.૪૮
બગદાણા         ૬૬.૧૬
ગારીયાધાર       ૬૪.૬૯
સોનગઢ         ૬૪.૪૮
વલ્લભીપુર       ૬૩.૮૪
જેસર           ૬૧.૯૨
ભાવનગર(પશ્ચિમ)  ૬૧.૩૪
પાલીતાણા        ૫૯.૧૫

error: Content is protected !!