Main Menu

ભાવનગર જિલ્લો રીઝલ્ટમાં રાજ્યમાં ૧૫ ક્રમે ધકેલાયો

રાજ્યના છેવાડાના પછાત જિલ્લા હરણફાળ ભરી છે ત્યારે ભાવનગરની ગતિ ઠેરના ઠેર જેવી

ભાવનગર : ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦નું પરિણામ જાહેર થયું. જેમા ભાવનગર જિલ્લો પરીણામની જિલ્લા મુજબની ટકાવારીમં ૧૫માં સ્થાને પહોંચી ગયો છે. ૬૯.૧૭ ટકા પરિણામ સાથે સમગ્ર ગુજરાતમાં ભાવનગર જિલ્લો પરિણાની ટકાવારીમાં છેક ૧૫માં સ્થાને પહોંચી ગયો છે. સમગ્ર ગુજરાતમાં ૮૦.૦૬ ટકા સાથે ધો.૧૦ના પરિણામમાં આ વર્ષે સુરત જિલ્લો પ્રથમ ક્રમે છે.
એક સમયે શિક્ષણ ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં ભાવનગરનું નામ માનભેર લેવાતું હતું અને શિક્ષણ ક્ષેત્રે અનેક વિભૂતિઓ જે જિલ્લાએ રાજ્ય અને રાષ્ટ્રને આપી છે તે ભાવનગર જિલ્લો આ વર્ષે ધો.૧૦ના પરિણામમાં છેક ૧૫માં ક્રમે આવી ગયો છે. ડાંગ, ભરૂચ, દમણ, મહેસાણા, જુનાગઢ જેવા જિલ્લા ભાવનગરથી પરિણામની ટકાવારીમાં આગળ આવી ગયા છે ત્યારે આ મામલે સહ ચિંતન કરવું જરૂરી બની ગયું છે. આ વર્ષે પરિણામ ભલે ૪.૧૪ ટકા વધ્યું પણ ઓવર ઓલ રાજ્યમાં ૧૫માં ક્રમે ધકેલાય ગયું છે.