Main Menu

પાલીતાણા એસટી રોડનું નવીનીકરણથી આમ રાહદારીને રાહત

ચેલેન્જર,પાલીતાણા : પાલીતાણામાં એસટી રોડ મુખ્ય માર્ગ છે. ત્યાંથી દિવસ દરમ્યાન ૫૦ હજારથી પણ વધારે રાહદારીઓની અવર જવર થઈ હોય છે. તે ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો. અને શહેર અને તાલુકાનો વિકાસ થતા ટ્રાફિકની સમસ્યાઓ વધી હતી. તેમજ અવાર નવાર નાના મોટા અકસ્માતો થતા રહેતા હતા. હમણા જ થોડા દિવસ પહેલા એક ૧૫ વર્ષની બાળકીનું ડમ્પર નીચે આવી જવાથી મોત નિપજ્યું હતું. આ રોડનું રીસરફેસ માટેની માંગણી વર્ષોથી થતી હતી.તે પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાની તત્પરતાના કારણે થોડા સમયમાં ભાવનગર રોડ ઉપર જે જગ્યાએ ચોમાસામાં રોડ તુટતા હતા તે સ્થળે સીસીરોડ અને અત્યારે એસટી રોડ ઉપર ડામરનું કામ તેમજ શુક્રવારના રોજ પાલીતાણા પુના એસટી ચાલુ કરાવવાનો યશ ભીખાભાઈ બારૈયાને જાય છે. અને આ જ રીતે પાલીતાણાના નગરજનોની આમ સમસ્યા ધારાસભ્ય પુરી કરતા રહે તેવી લોકોની અપેક્ષા છે.