Main Menu

પાલીતાણામાં કાર્બાઇડથી પકવેલ કેરી વેપારીઓ ગ્રાહકોને પઘરાવી રહ્યા છે


પવિત્ર તિર્થનગરી પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કેરીનું વેચાણ કરતા વેપારીઓએ કાંચી કેરીને અકુદરતી અને ઝડપી પકવવા માટે કાર્બાઇડ જેવા હાનીકારક રસાયણો બેફામ ઉપયોગ કરી રહ્યા છે. જે અંગે સંબંધિત તંત્રએ ચેકીંગ કરીને જાહેર આરોગ્ય સાથે થતા ચેડા અટકાવવા જાઇએ. પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાના ગરમીનાં દિવસોમાં કેરીની માંગ ખૂબ જ રહેતી હોવાથી જેનો ગેરલાભ લેવા કાચી કેરીને કુદરતી રીતે પકવતા અઠવાડીયું લાગે છે. જ્યારે કેરીના જથ્થામાં કાર્બાઇડ રસાયણોનો ઉપયોગ કરતાં હોય તો એકાદ બે દિવસમાં કેરી પાકી જાય પરંતુ આવી કેરી સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. સામાન્ય ગેસ વેલ્ડીંગ માં વપરાતા વચ્ચે કાર્બનના પડીકા મુકી તેની અસાધારણ ગરમીથી ફળો જલ્દી પાકી જાય છે. પરંતુ તેનો કુદરતી સ્વાદ અને ગુણધર્મ હાનીકારક હોય છે. તેવું તબીબો કહી રહ્યા છે. પવિત્ર તીર્થ નગરી પાલીતાણા જથ્થબંધ કેરી પકવતા એકમોમાં પાલીતાણાના આરોગ્ય સાથે થતાં ચેડા અટકાવવા લોક માંગ ઉઠી છે. હાલ શહેરમાં કાર્બનથી પકવેલી કેરીઓનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. તેમજ સડેલી કેરીઓનું પણ વેચાણ પણ રહ્યુ છે. આથી રોગચાળાને વેગ મળવાની સંભાવના છે. માટે તેના પર લગામ કરવાની તાતી જરૂરીયાત છે.



« (Previous News)