Main Menu

આજથી પાલીતાણા – પુના એસટી બસનો પુનઃ પ્રારંભ


પાલીતાણા એસટી ડેપો ૨ દસકા પહેલા ભાવનગર ડીવીઝન અને પાલીતાણા-પુના બસ સૌરાષ્ટ્રના એસટી વિભાગમાં નાક ગણાતું હતું. પાલીતાણા ડેપોમાં મેનેજર જાડેજા જ્યારે હતા. ત્યારે વર્કશોપના કર્મચારીઓને એવું કહેતા કે, ડેપોની દરેક બસ એવી હોવી જાઈએ. લોકલ ટ્રીપ હસ્તગીરીની બસને પણ પુના મોકલી શકે અને પુનાવાળી બસ હસ્તગીરી મોકલી શકે. તેવી રીતે વર્કશોપમાં તમામ બસોની વ્યવસ્થિત મેન્ટેનસ કરવામાં આવતું હતું. પરંતુ સમય જતા અનેક વિવિધ કારણોને લીધે ધીરે ધીરે પાલીતાણા ડેપોની આબરૂના લીરેલીરા ઉડી ગયા. ધીરે ધીરે પાલીતાણા એસટી ડેપોની આબરૂમાં વધારો થાય તેવી રીતે એસટી ડેપોના મેનેજર બસીરભાઈ તેમજ યુનિયન લીડર પ્રહલાદસિંહ વિગેરે સ્ટાફની પાલીતાણા ડેપોની સુવિધામાં વધારો થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે.
આજે તા.૦૧ જુનના રોજ પાલીતાણાથી પુના એસટી સ્લીપર બસનો પ્રારંભ થયો હતો. દસ વર્ષ પહેલા પાલીતાણાથી પુના સ્લીપર બસ સેવા શરૂ હતી તે પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાના પ્રયત્નથી ફરીથી દસ વર્ષ પછી શરૂ કરવામાં આવી છે. તે પાલીતાણાની જનતા અને યાત્રાળું માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. પાલીતાણા તળેટીથી ધંધુકા,બરોડા, સુરત, નવસારી, સાપુતારા, નાસીક થઈને પુના પહોંચશે. પાલીતાણા તળેટીથી સાંજે ૧૮ઃ૩૦થી ઉપડીને બીજા દિવસે સાંજે ૧૭ઃ૦૦ કલાકે પુના પહોંચશે. જ્યારે પુનાથી સવારે ૬ઃ૧૫ કલાકે ઉપડશે અને પાલીતાણા સવારે ૫ કલાકે પહોંચશે. પાલીતાણા એસટી ડેપોના મેનેજર બસીરભાઈ, યુનિયન લીડર પ્રહલાદસિંહ, સ્થાનિક એસટી કર્મચારી આગેવાનો, પત્રકારો અને ભાજપના રાજકીય આગેવાનની ઉપસ્થિત પાલીતાણા – પુના બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.



(Next News) »