Main Menu

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતને પાટીદાર સીએમ મળી શકે

આગામી લોકસભા 2019 ચૂંટણી પહેલા ગુજરાતને પાટીદાર મુખ્યમંત્રી મળશે. રાજકીય વર્તુળોમાં હાલ થઈ રહેલી ચર્ચા મુજબ, ટૂંક સમયમાં ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાઈ શકે છે. નવા મુખ્યમંત્રી તરીકે મનસુખભાઇ માંડવિયા અથવા તો નીતિન પટેલ આવી શકે છે. આ અંગે ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે. આજે કમલમમાં 2019ની લોકસભાની ચૂંટણીને નામે મળેલી બેઠકમાં ચૂંટણીની તૈયારીઓને નામે કોઈ અલગ જ વ્યૂહરચનાને ઘડાઈ હોવાની ચર્ચા ચાલી રહી છે.
ગુજરાત લોકસભા ચૂંટણી સમિતિ જાહેર થયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને ગુજરાતના મુખ્યમંત્રી બદલવાને લઈ નવી જ ચર્ચા શરૂ થઈ છે. લોકસભાની ચૂંટણી સમિતિમાં મુખ્યમંત્રી રૂપાણી અને પ્રદેશ પ્રમુખ વાઘાણીના નામ ન હોવાથી મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બદલાય રહ્યા હોવાની ચર્ચા શરૂ થઈ છે.
પ્રદેશ ભાજપે જાહેર કરેલી સમિતિમાં નીતિન પટેલ અને મનસુખ માંડવિયાનું નામ છે. જેને પગલે ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે બે પાટીદાર નેતાઓ એવા નીતિન પટેલ અથવા મનસુખ માંડવિયાના નામ ચર્ચાઈ રહ્યા છે.