Main Menu

પાલીતાણા એસટી રોડ ઉપર નવો રોડ બનશે


ચેલેન્જર દ્વારા ગત તા.14-5-2018ના રોજ પાલીતાણાની સમસ્યાના મુદ્દામાં એસટી રોડની ર્દુદશા બાબતે લખી હતી. તે આપણા લોકનેતાઓને સ્પર્શી હોય તેવું જણાઈ રહ્યુ છે.
આપણા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના કાર્યાલય ઈન્ચાર્જ ગોપાલભાઈ વાઘેલા દ્વારા જાણ કરવામાં આવી છે કે, કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા માર્ગ અને મકાન વિભાગને તાત્કાલિક સુચના આપતા પાલીતાણા શહેર રેલ્વે ફાટકથી ભૈરવનાથ ચોક સુધી ડામર રોડનું કામ કાલે તા.31-05-2018ના દિવસે શરુ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા તેમજ પાલીતાણાના ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયાના અથાંગ પ્રયત્નોથી આ રોડનો શુભારંભ થઈ રહ્યો છે.