Main Menu

ફેદરા તીર્થમાં ભુરીબા ભક્તિગૃહ ભોજનાલયનું ઉદ્ઘાટન

તા.28-5ના આ.શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.ના પદાર્પણ થયા હતા. આ પ્રસંગે 35થી વધુ સાધુ-સાધ્વીજી એકત્રિત થયેલ હતા. આ પ્રસંગે શ્રી ફેદરાના ટ્રસ્ટીશ્રી જયંતભાઈના હસ્તે ભુરીબા ભક્તિગૃહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ માર્ગેથી પાલીતાણા જતા-આવતા લગભગ 2500થી 3000 સાધુ-સાધ્વીજી ભગવંતોનો લાભ મળે છે. ભક્તિગૃહમા હવે એક સાથે 200 જણ ભોજન કરી શકે તેવી સુવિધા કરવામાં આવી છે. ભારતભરના દાનવીરોએ એમા શુભ લાભ લીધો છે. ઉદ્ઘાટન વખતે આ ભક્તિઘરના પ્રેરકા પૂ.સા.વર્યા વાચંયમાશ્રીજી મ.સા. ઉપસ્થિત રહી શક્યા ન હતા. પણ તેઓશ્રીના મંગલસ્ત્રોત પાઠનો લાભ અત્રે ઉપસ્થિત 250થી વધુ ભાવિકોને મળ્યો હતો. આ સાથે આ.શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.ને માત્ર આઠ દિવસમાં નિર્મિત કરવામાં આવેલી દેવકુલિકામાં ગુરુમૂર્તિનો ખુબ જ ઉત્સાહપૂર્વક પ્રવેશ કરવામાં આવ્યો હતો.
પૂ.આ.શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું હતું કે, હવે આ તીર્થ પહેલા કરતા અનેરી શોભા વધાનારું બની જશે. અત્રે વર્ષ દરમ્યાન અનેક ધર્મોત્થાનના કાર્યો થતા રહેશે.