Main Menu

કેરળના દરિયાકાંઠે મોનસુનની ૩ દિવસ પૂર્વે એન્ટ્રી

કેરળમાં ભારે વરસાદની શરૂઆત થઇ જતા તીવ્ર ગરમીથી લોકોને રાહત થઇ છે. દક્ષિણ પશ્ચિમ મોનસુન સમયથી પહેલા કેરળમાં પહોંચી જતાં આને લઇને ઉત્સુકતા વધી ગઈ છે. આની સાથે જ ભારતમાં ચાર મહિના સુધી ચાલનાર વરસાદની સિઝનની શરૂઆત થઇ ગઈ છે. આગામી થોડાક સપ્તાહમાં તે ઉત્તર ભારત તરફ વધશે. ભારતીય હવામાન વિભાગે પણ આને સમર્થન આપી દીધું છે. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે, કેરળમાં આજે દક્ષિણ પશ્ચિમ મોનસુને એન્ટ્રી કરી દીધી છે. હવામાન વિભાગને અંદાજ હતો કે, આ વર્ષે મોનસુન પહેલી જૂનના દિવસે કેરળના દરિયાકાંઠે પહોંચી જશે પરંતુ ત્રણ દિવસ પહેલા જ મોનસુનની એન્ટ્રી થઇ ગઇ છે. હવામાનની પરિÂસ્થતિ મુજબ આગામી ૪૮ કલાકમાં મોનસુન વધુ આગળ વધશે અને દેશના બાકી હિસ્સાને પણ કવર કરી લેશે. કર્ણાટકમાં દરિયા કાંઠાના વિસ્તારો તથા બંગાળના અખાતમાં પણ આગામી ૪૮ કલાકની અંદર મોનસુન પહોંચી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી દોઢ મહિનાની અંદર સમગ્ર દેશમાં વરસાદી સિઝન જામી જશે. હવામાન વિભાગની વાત કરવામાં આવે તો આ વખતે વરસાદ સામાન્ય રહેશે. હવામાન વિભાગે એક નિવેદનમાં કહ્યું છે કે, છેલ્લા ત્રણ ચાર દિવસમાં ૧૪ મોનિટરિંગ સ્ટેશનો ઉપર ૬૦ ટકાથી વધારે વરસાદની નોંધણી કરવામાં આવી ચુકી છે. આ પહેલા કેરળમાં મોનસુનની એન્ટ્રી થઇ છે કે કેમ તેને લઇને ભારે મતભેદની Âસ્થતી છે. પ્રાઇવેટ એજન્સી સ્કાયમેટ વેધરે જાહેરાત કરી છે કે રાજ્યમાં મોનસુનની એન્ટ્રી થઇ ગઇ છે. આની સાથે જ ભારતમાં વરસાદની સિઝનની શરૂઆત થઇ ગઇ છે. બીજી બાજુ હવામાન વિભાગ (આઇએમડી) દ્વારા કહેવામાં આવ્યુ છે કે મોનસુનની એન્ટ્રી ાગામી ૨૪ કલાકની અંદર થનાર છે. હવામાન વિભાગે ૧૦ દિવસ પહેલા પણ ૨૯મી સુધી મોનસુનની એન્ટ્રી થઇ જશે તેવી વાત કરી હતી. સ્કાયમેટે ૨૮મી મેના દિવસે મોનસુનની એન્ટ્રી કેરળમાં થઇ જશે તેવી આગાહી કરી હતી. હવે તેનુ કહેવુ છે કે દક્ષિણપશ્ચિમ મોનસુનના ઇન્તજારનો સમય પૂર્ણ થયો છે. મોનસુનની એન્ટ્રી થઇ ગઇ છે. હવામાનના માપદંડના આધાર પર કહી શકાય છે કે ભારતમાં મોનસુન પહોંચી જવાની જાહેરાત કરવાના તમામ માપદંડને પણ તે પૂર્ણ કરે છે. મોનસુનના ટેકનિકલ પાસાને છોડી દેવામાં આવે તો કેરળમાં વરસાદની શરૂઆત થઇ ગઇ છે. અત્રે નોંધનીય છે કે સામાન્ય રીતે કેરળમાં મોનસુન પહેલી જુનના દિવસે પહોંચી જાય છે. ત્યારબાદ મોનસુન ઉત્તરની તરફ વધે છે. ૧૫મી જુલાઇ સુધી મોનસુન સમગ્ર દેશમાં પહોંચી જાય છે. આ વર્ષે વહેલી તકે વરસાદ પડવાને લઇને ખેડુતો માટે સારા સંકેત તરીકે ગણવામાં આવે છે. આવી Âસ્થતીમાં ખરીફ પાક માટે વાવણી ખેડુત વહેલી તકે શરૂ કરી શકે છે. જા કે આઇએમડી કહે છે કે મોનસુનની એન્ટ્રી કેરળમાં વિધીવતરીતે હવે થઇ રહી છે. સોમવારના દિવસે કેરળમાં શાનદાર વરસાદ થયો છે. અમે પોતાની પરિભાષા હેઠળ માપદંડને ધ્યાનમાં લઇને આની જાહેરાત કરીશુ. હાલમાં દેશના જુદા જુદા ભાગોમાં ભીષણ ગરમી પડી રહી છે. પ્રાઇવેટ વેધર એજન્સી મોનસુનને લઇને ખુશ છે. બે સંસ્થાઓ વચ્ચે મોનસુન બેસી જવાને લઇને વિરોધાભાષની Âસ્થતિ જાવા મળી રહી હતી.