Main Menu

દલિત માટે મુખ્યપ્રધાન પદ છોડવા તૈયાર : સિદ્ધારમૈયા

બેંગ્લોર, તા. ૧૩
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવવા આંડે ગણતરીના બે દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ નિવેદન કરતા કહ્યું છે કે, જા હાઈકમાન્ડ કોઇ દલિત નેતાને આ હોદ્દા ઉપર બેસાડવા ઇચ્છુક છે તો તેઓ મુખ્યમંત્રી પદને છોડવા માટે તૈયાર છે. આને કોંગ્રેસ તરફથી જેડીએસને મનાવવાના પ્રયાસ તરીકે જાવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે, જેડીએસને મનાવવાના પ્રયાસો શરૂ થઇ ગયા છે. જેડીએસ સિદ્ધારમૈયાના નામ ઉપર કોંગ્રેસને સમર્થન આપવા માટે તૈયાર નથી. ટીવી-૯ કન્નડના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, તેઓ કોઇ દલિત માટે મુખ્યમંત્રી પદ છોડવા માટે તૈયાર છે. હજુ સુધી કોંગ્રેસની જીતના દાવા કરી રહેલા સિદ્ધારમૈયાના આ નિવેદનને નબળા દેખાવની આશંકા સાથે જાડીને જાવામાં આવે છે. રાજનીતિના જાણકાર લોકોનું કહેવું છે કે, ગઠબંધનની સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી પોતે દલિત મુખ્યમંત્રી આપીને સમર્થન હાસલ કરવાના પ્રયાસો કરી શકે છે. આવી સ્થિતિમાં ગઠબંધનના માહોલને પહેલાથી જ તૈયાર કરવા માટે સિદ્ધારમૈયા તરફથી આ પ્રકારના નિવેદન થઇ રહ્યા છે. મતદાન બાદ શનિવારના દિવસે મોટાભાગના એક્ઝિટ પોલના તારણ જારી કરાયા હતા જેમાં કોઇપણ પાર્ટીને બહુમતિ મળી રહી નથી. આવી સ્થિતિમાં દેવગૌડા કિંગમેકર તરીકે ઉભરી રહ્યા છે. દેવગૌડા તરફથી ભાજપની સાથે ગઠબંધન ન કરવાના સંકેત આપી દીધા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસની સાથે તેમના આવવાની શક્યતા દેખાઈ રહી છે. જેડીએસનું કહેવું છે કે, ગઠબંધનના મુદ્દા ઉપર પહેલા વાત કરવાની જવાબદારી તેની નહીં બલ્કે કોંગ્રેસની છે. બંને દળો વચ્ચે ૨૦૦૮માં થયેલી સોદાબાજીનો ખુબ જ ખરાબરીતે અંત આવ્યો હતો. દેવગૌડાના કોંગ્રેસની સાથે આવવાની સ્થિતિમાં સિદ્ધારમૈયા એક મોટી અચડણ તરીકે છે. દેવગૌડાએ ૨૦૦૫માં જેડીએસમાંથી હાર કર્યા હતા.


error: Content is protected !!