Main Menu

શ્રી ઉવસગ્ગહરં તીર્થ મહિમા મહોત્સવ

તા.૨૬-૦૪-૨૦૧૮ થી શ્રી ઉવસગ્ગહરં તીર્થનો મહિમા મહોત્સવ શ્રી સોલા રોડ આંગણે પૂ.આ.દેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.ની શુભ નિશ્રામાં ઉજવાય ગયો. આજે તા.૨૯-૦૪-૨૦૧૮ આ મહોત્સવનો છેલ્લો દિવસ હતો. આ મહોત્સવ માટે મદ્રાસથી લઇને મુંબઇ સુધીના વિવિધ નગરથી ૨૦૦ ડેલીકેટ આવ્યા હતા. સહુએ તન-મન-ધન થી સહકાર આપીને એમનો મહિમા વિસ્તારવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. ગુરુદેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું તીર્થો એ આત્મિક વિકાસ અને મનઃશાંતિના ધામો છે.  જા ક્ષણિક ભોજન અને આનંદની પ્રાપ્તિ માટે હોટલો અને ક્લબોની જરૂર છે તો તેથી પણ વધુ જરુર શાંતિ, સ્વચ્છ અને પ્રભાવિક તીર્થોની છે.  ઉવસગ્ગહરં તીર્થ પોતાના ૨૫ વર્ષના ગાળામાં સર્વોદયી વિકાસ સાધ્યો છે. જ્યાં મંદિરની સાથે પ્રાકૃતિક ચિકિત્સક આરોગ્ય ધામ છે, વિદ્યાલય છે,  ગૌશાળા છે. આમ આ તીર્થ સર્વોદયતીર્થ છે.
અહીં આવેલા ભક્તોને થયેલા ચમત્કારોનું  વર્ણન નાસ્તિકને આસ્તિક બનાવી દે તેવું છે. પણ ખરી વાત એ છે કે, આપણે તીર્થ ભક્તો પ્રમાણિકતા અને સદાચારથી તીર્થ સ્વરૂપ બનીએ. આ તીર્થના વર્તમાન અધ્યક્ષશ્રી ગજરારજી પગારીયા રાયપુરના માજી મેયર છે. શ્રી પુખરાજજી મુણોત એ મંચ સંચાલન કર્યું હતું. તીર્થના તમામ ટ્રસ્ટીઓ અને તીર્થ પ્રેમીઓ એક યુનિફોર્મમાં હાજર રહેતા એક સુંદર પ્રતિભા પડી હતી.  તીર્થનો ૧૮ મિનિટનો વિડીયો તથા ૧ પ્રતિકૃતિ રૂપે બનાવાયેલી શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વ પ્રભુની પ્રતિમાને નિહાળી સહુ આશ્વર્ય ગરકાવ થઇ ગયા હતા. પાલીતાણામાં શ્રાવણ સુદ-૫ તા.૧૫-ઓગસ્ટ ના પુનઃ શ્રી ઉવસગ્ગહરં મહોત્સવ થશે.





Comments are Closed