Main Menu

ગુજરાત વિધાનસભાની વેબસાઈટ જ સમયસર અપડેટ થતી નથી…!!!

ભારતના ડીઝીટલ ઈન્ડિયાના નારામા આ છે વાઈબ્રન્ટ ગુજરાત

ચેલેન્જર,પાલીતાણા,
ભારત સરકાર ડીઝીટલ ઈન્ડિયાની વાતો કરી રહ્યા છે. અને ભારતની પ્રજા ઉપર ફરજીયાત તમામ કામો ઓનલાઈન કરવાનો આગ્રહ રાખે છે.
ત્યારે ગુજરાત વિધાનસભાની વેબસાઈટ કેટલાય સમયથી અપડેટ કરવામાં આવતી નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરીણામ ૧૮ ડિસેમ્બર ૨૦૧૭નું આવી ગયાને ચાર મહિના ઉપરાંતનો સમય વિતી ગયો છે. છતા હજુ સુધી ૧૪મી વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યોના નામ-નંબર અને ફોટા મુકવામાં આવ્યા નથી.
વિધાનસભાની વેબસાઈટ ઉપર ૧૧,૧૨ અને ૧૩મી વિધાનસભાના ધારાસભ્યનું લીસ્ટ દેખાય છે. પરંતુ હજુ સુધી ૧૪મી વિધાનસભાના ધારાસભ્યનું લીસ્ટ મુકવામાં આવેલ નથી. તો જા ગુજરાત સરકારની વિધાનસભાની વેબસાઈટ જ ‘‘ખાટલે મોટી ખોટ’’ જેવો ઘાટ અપડેટ જ સમયસર નથી થતી તો ગુજરાત રાજ્યની જુદા જુદા જિલ્લાની અને તાલુકાની તેમજ બોર્ડ અને નિગમોની વેબસાઈટની હાલત શું હશે ? ગુજરાતની પ્રજા કાયમ દ્ધિધામા રહે છે કે, રાજ્ય સરકારની વેબસાઈટ ઉપર માહિતીઓ કે વિગતો મુકી છે તે વર્તમાન છે કે ભુતકાળ તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. વેબસાઈટો પર પુષ્કળ રાજ્ય સરકાર ખર્ચ કરી રહ્યા છે પરંતુ જે ફેરફારો થાય તે જ સમયે વેબસાઈટમાં વિગત બદલવાની દરકાર કેટલી લેવાય છે ?



« (Previous News)



Comments are Closed