Main Menu

એટ્રોસિટીના ગુનામા પીએસઆઈને કોર્ટે ચાર વર્ષની કેદની સજા ફટકારી


નડિયાદ,તા.24 એપ્રિલ
ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં તા.10-9-2015ના રોજ ફરજ બજાવતા તત્કાલિન પીએસઆઈ અજયસિંહ ઝાલાે ખેડા તાલુકાના હરિયાળા ગામના વણકર પરિવારના એક સમને જાતિવાચક અપશબ્દો બોલી ઢોર માર મારવાના કેસમાં નડિયાદ ડિસ્ટ્રીક કોર્ટે ચાર વર્ષની સખ્ત કેદ ફટકારતો હુકમ કર્યો હતો. પીએસઆઈ અજયસિંહ આર.ઝાલા હાલ ભૂજના પદ્ધરમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. સમગ્ર કેસની જાણકારી મળતી વિગત એમ છે કે હાલ ભૂજના પદ્ધરના પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા અજયસિંહ આર.ઝાલા વર્ષ 2015 સપ્ટેમ્બર મહિનામાં ખેડા જિલ્લાના ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. તા.10-9-15ના રોજ આ કેસના ફરિયાદી મનુભાઈ પરશોત્તમભાઈ વાઘેલા(રહે.હરિયાળા, વણકરવાસ,તા.જિ.ખેડા) ખેડા ઉટાન પોલીસ સ્ટેશનમાં પોતાના વાહનમાંથી માલસામાનની ચોરી થવા બાબતે ફરિયાદ નોંધાવવા ગયા હતા.તે દરમિયાન ફરજ પરના પીએસઆઈ અજયસિહ આર.ઝાલાએ ફરિયાદને તુઅમને કાયદો શીખવાડે છે તેમ કહીને મોઢાના ભાગે તથા માથાના લમણાની બંને બાજુ અને છાતીમાં તથા પેટના ભાગે લાતોથી અને હાથથી માર માર્યો હતો અને ફરિયાદી મનુભાઈ વાઘેલા સાથેના તેમના સંબંધી અશોકભાઈ બારૈયાને પણ માર મારી ફરિયાદીને તું કંઈ જાતનો છે ? તેવો સવાલ કર્યો હતો અને ફરિયાદી મનુભાઈ વાઘેલાએ પોતે વણકર જાતિનો હોવાનું જણાવ્યું હતું. જેથી પીએસઆઈ ઝાલાએ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીની જાતિ વિશે અપશબ્દો બોલી અપમાનિત કરી મારઝૂડ કરી ગુનો કર્યો હતો. આ અંગે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી જે કેસ નડિયાદમાં ત્રીજા એડિશનલ સ્પેશિયલ જજ વી.ડી.પરમાનની કોર્ટમા ચાલી જતા સરકારી વકીલ પરેશભાઈ ધોરા અને મદદનીશ સરકારી વકીલ પી.આર.તિવારીની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આ કેસના આરોપી પીએસઆઈ અજયસિંહ આર.ઝાલાને એટ્રોસિટી એક્ટની કલમ સહિત વિવિધ ગુનોમાં કુલ ચાર વર્ષની કેદ અને 7 હજારનો દંડનો હુકમ કર્યો હતો.



(Next News) »



Comments are Closed