Main Menu

આજે પાલીતાણામાં જયંતગીરી પારણા ભવન ખાતે પારણા

વર્ષિતપોત્સવનો ભવ્ય રીતે પ્રારંભ થયો

દિપક ગોહિલ દ્વારા) ચેલેન્જર, પાલીતાણા,
ત્રિસ્તુતિક સંઘના જૈનાચાર્ય શ્રીમદ્‌ રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. (મોહનખેડા)ના પ્રશિષ્ય પૂ.સમ્રાટ ગુરુદેવ શ્રી જયંતસેનસૂરીશ્વરજી મ.સા.ની પાવન પ્રેરણાથી ભારનભરના ત્રિસ્તુતિક ગચ્છમાં પ્રારંભ થયેલ વર્ષીતપના તપસ્વીના તપના પારણા.પાલીતાણા તીર્થ મુકામે આગામી તા.૧૮ એપ્રિલના સંપન્ન થશે.


જૈનાચાર્યના સમુદાયમાંથી ૫૦થી અધિક સાધુ-સાધ્વીજી મ.સા.એ પણ આ તપની તપસ્યા કરી છે.આ પારણા મહોત્સવને લઈને ત્રિસ્તુતિક સંઘના આયોજન હેઠળ જયંતગીરી પારણા સમિતિના નેજા હેઠળ તપસ્વીઓ તેમજ તેઓના પરીવારજનો તથા આ પારણામાં આવતા ગુરુભક્તો માટે આવાસ તેમજ પારણા માટે વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે.


જૈનાચાર્યની આ પ્રેરણાથી જૈન સંઘના ત્રિસ્તુતિક ગચ્છમાં ભારતના વિભિન્ન રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તમીલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ તથા ગુજરાતના અનેક નગરના ૭૦૦ ભાઈ-બહેનોએ પ્રારંભ કરેલ.


જેમા તા.૧૭-૦૪-૨૦૧૮ના રોજ સવારે ૮ કલાકે વર્ષીતપના તપસ્વીઓનો ભવ્યાતિભવ્ય જાજરમાન વરઘોડો, પૂજ્યશ્રીનું પ્રવચન, બપોરે ૧૨ઃ૩૯ કલાકે શ્રી રાજેન્દ્રસૂરિ અષ્ટપ્રકારી પૂજા, ૧ઃ૩૦ કલાકે પૂજ્યશ્રીની નિશ્રામાં ત્રિસ્તુતિક જૈન સંઘ વર્ષીતપના તપસ્વીઓનો અનુમોદના મહોત્સવ, શુભ મુહુર્તે વર્ષીતપોત્સવના તપસ્વીઓ સાથે ગિરિરાજ સહ તળેટી વધામણાનો ભવ્ય કાર્યક્રમ યોજાયા હતા.


આજે તા.૧૮ના રોજ જયંતગીરી પારણા ભવન ખાતે ભવ્યાતિભવ્ય રીતે વર્ષીતપના ૭૦૦ તપસ્વીઓને જયંતગીરી પારણા સમિતિ દ્વારા તપસ્વીઓને પારણા કરાવશે.



« (Previous News)
(Next News) »