Main Menu

૨૦૦ આર્ટિસ્ટસ્ટોનું પોસ્ટકાર્ડ પર આર્ટવર્કનું અનોખુ પ્રદર્શન

અમદાવાદ,તા. ૧૨
સંબંધો અને લાગણીના જાડાણના સેતુ સમા પોસ્ટકાર્ડની મહત્તા અને તેના અવિસ્મરણીય વારસાને સમજાવતું દેશના ૨૦૦ આર્ટિસ્ટ્‌સના પોસ્ટકાર્ડ પર આર્ટવર્કનું શહેરમાં અનોખું પ્રદર્શન યોજાઇ રહ્યું છે. શહેરના નવજીવન ટ્રસ્ટ ખાતે સત્ય આર્ટ ગેલેરી ખાતે આવતીકાલે તા.૧૩ એપ્રિલથી તા.૨૨ એપ્રિલ દરમ્યાન પોસ્ટએજ પ્રદર્શન થકી એવો સામાજિક સંદેશો પણ રજૂ થશે કે, મોબાઇલ ફોન, ઇન્ટરનેટ, લેપટોપ અને સોશ્યલ મીડિયાના આજના જમાનામાં મોટાભાગના માનવીય આદાનપ્રદાન ટેકનોલોજી આધારિત અને બિનસંવેદનશીલ બનાવી દીધા છે, જેને લઇ વૈયÂક્તક સંવાદનો ચાર્મ કયાંક ખોવાઇ ગયો છે એમ પોસ્ટએજ પ્રદર્શનના અમદાવાદના કો-ઓર્ડિનેટર રાકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોસ્ટકાર્ડઝ અને લેટર્સ(તેમાં લખાયેલા અક્ષરો) જયારે માનવીય જાડાણ રાખવાના પ્રાથમિક માધ્યમો હતો અને તેમાં પોસ્ટકાર્ડ લખનાર અને મેળવનાર વચ્ચે લાગણીસભર સેતુ અને સંવેદનાના આદાનપ્રદાન રચાતા હતા. એટલું જ નહી, પોસ્ટકાર્ડમાં હેન્ડરાઇટીંગ અને શાહીનો રંગ તેની લઢણ વગેરે મોકલનારની લાગણીઓને સુંદર રીતે વ્યકત કરતા હતા, જે આજે ઇલેક્ટ્રોનિક અને હાઇફાઇ લાઇફ અને મેસેજીસની દુનિયામાં કયાંક ખોવાઇ ગઇ છે. પોસ્ટએજ પ્રદર્શનના અમદાવાદના કો-ઓર્ડિનેટર રાકેશ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, પોસ્ટકાર્ડની મહત્વતા અને તેનો ગૌરવવંતો ઇતિહાસ અને વારસો લોકોને સમજાવવા ખાસ કરીને નવી પેઢીને તેનાથી વાકેફ કરવા આ અનોખા પોસ્ટએજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુંબઇ, દિલ્હી, બેંગ્લોર, ગુવાહાટી સહિતના સંખ્યાબંધ શહેરો અને સ્થળોના ૨૦૦ જેટલા આર્ટિસ્ટે પોસ્ટકાર્ડસનો કેનવાસ તરીકે ઉપયોગ કરી પોતાની આર્ટને રજૂ કરી છે, તે નિહાળવા મળશે. મુંબઇની આર્ટિસ્ટ સેન્ટરના સહયોગથી પોસ્ટએજ આર્ટવર્કનું એક્ઝીબીશન આવતીકાલે તા.૧૩ એપ્રિલથી તા.૨૨ એપ્રિલ સુધી નવજીવન ટ્રસ્ટ ખાતે સત્ય આર્ટ ગેલેરી ખાતે જાવા મળશે, જેનુ ઉદ્‌ઘાટન જાણીતા આર્ટિસ્ટ અમિત અંબાલાલના હસ્તે કરવામાં આવશે. આજે મોબાઇલ ફોન, ઇ-મેલ, ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના જમાનામાં માનવીય લાગણીઓ અને સંવેદનાઓ ખોવાઇ ગઇ છે, જે પોસ્ટકાર્ડમાં હૃદયમાં કોરાઇ જતી હતી. આ પ્રદર્શન મારફતે પોસ્ટકાર્ડની મહત્તા સમજાવવાનો જ અમારો ઉદ્દેશ છે.



(Next News) »