Main Menu

ભાવનગરથી સુરત-અમદાવાદ વચ્ચે 16મીથી વિમાની સેવા શરુ થશે

ભાવનગર નો જન્મદિવસ આગામી તા.૧૮ એપ્રિલ વૈશાખ સુદ-૩(ત્રીજ)અખાત્રીજે આવી રહ્યો છે ત્યારે હવાઈ ઉડ્ડયન ક્ષેત્રે ભાવનગર માટે એક સારા સમાચાર આવ્યા છે જેમાં એર ઓડીસા દ્વારા ભાવનગર થી સુરત અને અમદાવાદ વચ્ચે તા.૧૬ એપ્રિલ સોમવાર થી સવારના સમયે હવાઈ સેવા શરુ થવાની છે.ભાવનગરના લોકપ્રિય સાંસદ શ્રીમતિ ડો.ભારતીબેન શિયાળે લોકસભામાં અને કેન્દ્રીય ઉડ્ડયન વિભાગ સમક્ષ ભાવનગરને સુરત અને અમદાવાદ જેવા શહેરો સાથે વિમાની માર્ગે જોડવા રજૂઆત કરી હતી જેને સફળતા મળી છે.

          એર ઓડીશા દ્વારા સમગ્ર દેશમાં શહેરો વચ્ચે કિફાયતી દરે વિમાની સેવા શરુ કરવામાં આવી રહી છે,જેમાં ભાવનગર થી સુરત અને ભાવનગર થી અમદાવાદ વચ્ચે વિમાની સેવાનો આગામી તા.૧૬ એપ્રિલ સોમવાર થી આરંભ થનાર છે.ભાવનગરથી સુરત વચ્ચે ફ્લાઈટ ભાવનગર થી ૦૮:૦૫ ઉપડશે અને અડધા કલાકના સમયગાળા માં સુરત ૦૮:૩૫ પહોચશે.જેનું ભાડું રૂપિયા ૨૦૦૦ રહેશે,તો સુરત થી ૦૮:૫૫ કલાકે ઉપડશે અને ભાવનગર ૯:૨૫ કલાકે પહોચશે,તેમાં પણ ભાડું રૂપિયા ૨૦૦૦ રહેશે.આમ ભાવનગર થી સુરત પહોચતા માત્ર ૩૦(ત્રીસ) મિનિટનો સમય ગાળો લાગશે.

          ઓડીશા દ્વારા ભાવનગર થી અમદાવાદ વચ્ચે પણ વિમાની સેવા ૧૬મી એપ્રિલ થી શરુ થશે જેમાં સવારે ૭:૦૫ કલાકે ફલાઈટ અમદાવાદ થી ભાવનગર આવવા ઉપડશે અને ૭:૪૫ કલાકે ભાવનગર પહોચશે.જયારે ભાવનગર થી અમદાવાદ જવાની ફ્લાઈટ ભાવનગર થી ૯:૪૫ કલાકે ઉપડશે અને ૧૦:૨૫ કલાકે અમદાવાદ પહોચશે.આ વિમાની સેવામાં ભાડું રૂપિયા ૧૭૨૦ કરવામાં આવ્યું છે.આમ ભાવનગર થી અમદાવાદ વિમાનની માર્ગે પહોચતા માત્ર ૪૦ મિનિટનો સમય ગાળો લાગશે.

આમ ૧૬મી એપ્રિલ થી ભાવનગર થી સુરત અને ભાવનગર થી અમદાવાદ વચ્ચે એર ઓડીસા દ્વારા સવારના સમયે કિફાયતી દરે વિમાની સેવાનો આરંભ થશે. તેમ સાંસદશ્રીની ઓફીસ દ્વારા જણાવ્યું છે           






Comments are Closed