Main Menu

ઉન્નાવ બનાવ અંગે યુપી સરકારને નોટિસ અપાઈ

લખનૌ, તા. ૧૦
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે બળાત્કાર પીડિતાના પિતાના રહસ્યમય સંજાગોમાં મોતના મામલામાં ઉત્તર પ્રદેશ સરકાર અને પોલીસને નોટિસ ફટકારી છે. ઉન્નાવમાં જેલમાં કસ્ટડીમાં રેપ પીડિતાના પિતા સાથે મારામારી કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે. મુખ્યમંત્રીના આવાસની નજીક બળાત્કાર પીડિતા દ્વારા આત્મવિલોપન કરવાના પ્રયાસના એક દિવસ બાદ આ સમગ્ર ઘટનાક્રમમાં ઉંડી તપાસનો દોર શરૂ થયો છે. બળાત્કાર પીડિતાએ ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અને તેમના સાથીઓ ઉપર ગેંગરેપનો આક્ષેપ કર્યો છે. ધારાસભ્યોના સમર્થકો સાથે ગયા સપ્તાહમાં ઝપાઝપી કરવા બદલ પીડિતાના પિતાની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પીડિતાએ એવો આક્ષેપ પણ કર્યો છે કે, ધારાસભ્યો દ્વારા જ તેમના પિતાની હત્યા કરી દેવામાં આવી છે. કારણ કે, તેઓ તેમની સામે ફરિયાદ પરત લેવા માટે તૈયાર ન હતા. જા આક્ષેપો સાચા સાબિત થશે તો પીડિતાના પરિવારના માનવ અધિકારના ભંગનો ગંભીર મામલો નોંધાશે. ચીફ સેક્રેટરી અને ડિરેક્ટર જનરલ ઓફ પોલીસને નોટિસ ફટકારવામાં આવી છે.


error: Content is protected !!