Main Menu

મહામહિમ રાજ્યપાલશ્રી ઓ. પી. કોહલીના વરદ હસ્તે વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પારિતોષિકો અપાયા

ભાવનગર;રવિવાર; આજે તા. ૨૫ માર્ચે ૧૬/૦૦ કલાક થી ૧૭/૦૦ કલાક સુધી મહામહિમ રાજ્યપાલશ્રી ઓ. પી. કોહલીના વરદ હસ્તે ભાવનગરના સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળના વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પારિતોષિકો અપાયા હતા.

આ સ્પર્ધાઓ જેવી કે સમુહગીત, ક્વીઝ, શિક્ષાપત્રી શ્લોકગાન, ફેન્સી ડ્રેસ, નિબંધ લેખન, વક્ત્રુત્વ, તત્કાલ ચિત્ર સ્પર્ધાઓના કુલ ૧૮૯ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ચાંદીના મેડલ અને પ્રમાણપત્રો અપાયા હતા.

આ કાર્યક્રમ પ્રસંગે મહામહિમ રાજ્યપાલશ્રી ઓ. પી. કોહલીએ જણાવ્યું હતું કે  જિલ્લામાં ગુરુકુળની ૮ સંસ્થામાં ૧૮ હજાર વિધાર્થીઓ અભ્યાસ કરે છે તેમના વચ્ચે યોજાયેલી વિવિધ સ્પર્ધાના  વિજેતાઓને આજે અહીં પારિતોષિકો અપાયા. શિક્ષણની સાથે સંસ્કાર આપી ગુરુકુળ સંસ્થા પવિત્ર  રાષ્ટ્ર નિર્માણ માં સહ્યોગ આપે છે. સંસ્થા દ્વારા રક્તદાન જેવાં ઉમદા સામાજીક કાર્યો પણ થાય છે. શિક્ષક પગાર લેવાની સાથે સંસ્કારી બાળકો પણ નિર્માણ કરી શકે છે જે કામ અહીંના શિક્ષકો કરી રહ્યા છે. તેમણે ઉપસ્થિત વિધાર્થીઓને જીવનમાં ધ્યેય નક્કી કરી તેની પ્રાપ્તિ માટે અથાગ પરિશ્રમ કરવાની શીખ આપી હતી.

આ પ્રસંગે રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયો હતો સમુહમાં રાષ્ટ્રગીતનું ગાન કરાયુ હતુ.

આ કાર્યક્રમમાં માજી સાંસદશ્રી રાજેન્દ્રસિંહ રાણા, મેયર શ્રીમતી નિમુબેન, નિવાસી અધિક કલેકટરશ્રી ઉમેશ વ્યાસ, સીટી મામલતદાર વિજ્યાબેન પરમાર, કે. પી. સ્વામી, ઘનશ્યામ સ્વામી,રાજુભાઈ સોરઠીયા, શિક્ષકો, શિક્ષિકાઓ, વિધાર્થીઓ તેના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.