Main Menu

ભાવનગર જિલ્લાના જળાશયો માંથી ગેરકાયદે પાણી ખેંચવા પર તા. ૩૦ જુન સુધી પ્રતિબંધ

, ભાવનગર સહિત અન્ય વિભાગોની પાઇ૫ લાઇનો તથા નહેરોમાં ભંગાણ કરી તોડફોડ કરી પાણી વાળી લઇ પાણી પુરુ પાડવાના નેટવર્કમાં વિક્ષેપ પાડે તેવી શક્યતા છે. ઉપરાંત ભાવનગર જિલ્લાના જળાશયોના પાણીના અનામત જથ્થામાં કોઇ ઇસમ/ખાતેદારો દ્વારા જળાશય કે આસપાસ બેઝીન વિસ્તારમાંથી ગેરકાયદેસર ભાવનગર;શુક્રવાર;ભાવનગર શહેર તથા જિલ્લાના વિસ્તારોમાં નર્મદા, મહી, શેત્રુંજી સહિતની અન્ય નદીઓ, તળાવો તથા ડેમો દવારા જિલ્લાના શહેરો તથા ગ્રામ્ય વિસ્તારમાં પાઇ૫લાઇન દ્વારા પીવાનું પાણી તથા સિંચાઇ માટેનું પાણી નહેર તથા પાઇ૫લાઇન દ્વારા પુરુ પાડવામાં આવે છે. ગત વર્ષે જરૂરીયાત કરતા થયેલ ઓછા વરસાદને કારણે આગામી ઉનાળાના દિવસો દરમ્યાન ભાવનગર શહેર તથા જિલ્લાના વિસ્તારોમાં પાણીની તંગી સર્જાવાની શકયતા રહેલી છે. આ દિવસો દરમ્યાન અસામાજિક તથા માથાભારે તત્વો દ્વારા ખેતીના ઉ૫યોગ માટે તથા માલ ઢોરને પાણી પાવાના ઉ૫યોગ માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ભાવનગર તથા સિંચાઇ યોજના વિભાગપાણી લેવાની કે ડૂબ વિસ્તારમાં ગેરકાયદેસર કુવા/બોર કરી પાણી ખેંચે તેવી શક્યતા રહેલી છે. જેથી સદરહુ બાબતે અસામાજિક તથા માથાભારે તત્વો દ્વારા બિનઅધિકૃત રીતે પાઇ૫ લાઇનો તથા વાલ્વમાં તોડફોડ કે ચેડા તથા પાણી ચોરી ન થાય તે માટે પ્રતિબંઘ ફરમાવવા જાહેરનામું પ્રસિધ્ધ કરવાનું જરૂરી જણાતાં          સબબ ઉકત વિગતે અસામાજિક તથા માથાભારે તત્વો દ્વારા ખેતીના ઉ૫યોગ માટે તથા માલ ઢોરને પાણી પાવાના ઉ૫યોગ સહિત અન્ય ઉપયોગ માટે નર્મદા, મહી, શેત્રુંજી સહિતની જિલ્લાની તમામ નદી, તળાવો તથા ડેમો આઘારીત પાઇ૫ લાઇનો તથા નહેરોમાં ભંગાણ કરી તોડફોડ કરી ગેરકાયદેસર પાણી વાળવા તથા પાણી ખેંચવા ૫ર પ્રતિબંધ મુકવો જરૂર જણાય છે.        સબબ, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(એમ)થી મને મળેલ અધિકારની રૂઇએ         હું ઉમેશ વ્યાસ(જી.એ.એસ.), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો, ભાવનગર આથી ફરમાવું છુ કે,                                                                                                                ખેતીના ઉ૫યોગ માટે તથા માલ ઢોરને પાણી પાવાના ઉ૫યોગ સહિતના અન્ય કોઇ પણ ઉપયોગ માટ નર્મદા, મહી, શેત્રુંજી સહિતની જિલ્લાની તમામ નદી, તળાવો તથા ડેમો આઘારીત ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ભાવનગર તથા સિચાઇ યોજના વિભાગ, ભાવનગર સહિતના તમામ વિભાગ હેઠળની પાઇ૫ લાઇનો તથા વાલ્વમાં બિનઅધિકૃત રીતે તોડફોડ કે ચેડા કરી ગેરકાયદેસર રીતે પાણી વાળવું નહી કે તેનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવો નહિ. તેમજ ભાવનગર જિલ્લાના જળાશયોના પાણીના અનામત જથ્થામાંથી કોઇ ઇસમ/ખાતેદારો દ્વારા જળાશય કે આસપાસ બેઝીન વિસ્તારમાંથી ગેરકાયદે પાણી ખેંચવા પર પ્રતિબંધ.આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી તા.૩૦-૦૬-૨૦૧૮ સુધી અમલમાં રહેશેઆ હુકમ/ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા થશે.’’ જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે સંબંધિત વિભાગોના વર્ગ-૩ થી નીચેની કક્ષાના નહિ તેવા તથા ફરજ પરના હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારી/કર્મચારીને અધિકાર રહેશે.’’