Main Menu

મહુવામાંથી જુગાર રમતાં ૫ ઇસમન પકડાયા

ભાવનગર એલ.સી.બી. નાં સ્ટાફ તથા મહુવા સીટી વિસ્તારમાં મહુવા પો.સ્ટે.નાં સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં દરમ્યાન પો.કો. તરૂણભાઇ નાંદવાને બાતમીરાહે હકિકત મળેલ કે,મહુવા, દરબારગઢ મુતરડી પાસે ચોકમાં જાહેરમાં અમુક ઇસમો ભેગાં થઇ ગંજીપતાનાં પાનાં વડે તીનપતીનો હારજીતનો જુગાર રમે છે.* તેવી હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવી રેઇડ કરતાં જાહેરમાં તીનપતીનો હારજીતનો જુગાર રમતાં નીચે મુજબનાં કુલ-૫ માણસો *ગંજીપતાનાં પાના, રોકડ રૂ.૮,૪૨૦/- તથા મોબાઇલ-૩ કિ.રૂ.૨,૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૪૨૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ. તેઓ વિરૂધ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. અને આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને મહુવા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

1. અશોકભાઇ બાલાભાઇ ચૌહાણ ઉ.વ.૪૮ રહે.મહુવા
2. સાદિકભાઇ અનુભાઇ શેખ ઉ.વ.૨૩ રહે.મહુવા
3. મજીદભાઇ ઉર્ફે પોપટ બીલાલભાઇ મકવા ઉ.વ.૨૫ રહે.મહુવા
4. મુસ્તુફા ઉર્ફે પેંડો ખાલીદભાઇ જુફના ઉ.વ.૨૨ રહે.,મહુવા
5. રવજીભાઇ કરશનભાઇ ચૌહાણ ઉ.વ.૩૨ રહે. મહુવા

આમ,જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં ૫ ઇસમને કુલ રૂ.૧૦,૪૨૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડવામાં ભાવનગર એલ.સી.બી.ને સફળતા મળેલ છે.