Main Menu

બે બાળકોની હત્યાનો ભેદ નહીં ઉકેલાતા માતાની આત્મહત્યા

 

પ્રતિકાત્મક તસવીર

ગત તા.6/9/2017 નાં રોજ સલીમભાઇ ઉસ્માનભાઇ કુરેશીનો માસુમ પુત્ર જીયાન (ઉ.વ.6 )તથા પુત્રી આફરીન (ઉ.વ.8 )નાં અપહરણ થયા બાદ બે દિવસ પછી બન્ને બાળકોની લાશ નોનયુઝ કારની પાછળની સીટ અને ડીક્કીમાંથી મળી આવી હતી. આ ડબલ મર્ડર કેસની તપાસ ઝડપી અને યોગ્ય દિશામાં થાય તે માટે મૃતક બાળકોની માતા રેશ્માબેન કુરેશીએ હાઇકોર્ટમાં પણ અરજી દાખલ કરેલ છે અને આ તપાસ વેગવંતી બની હતી.

આ ઘટનાની તપાસ દરમ્યાન પોતાના બન્ને બાળકોના હત્યાની યોગ્ય તપાસ ન થતાં તેના ટેન્શનમાં અને બાળકોની સતત યાદ આવતા માતા રેશ્માબેને ગત શનીવારે ઝેરી ટીકડા ખાઇ આત્મ હત્યાની કોશીષ કરી હતી.જેને સારવાર માટે ભાવનગર ખસેડાયા હતા.અને ત્યાથી રજા મળ્યા બાદ ઘરે આવતા તેઓનુ ગત રાત્રીના ઘરે મોત નીપજયું હતું. આ બનાવ અંગે માસુમ બાળકોના પિતા સલીમભાઇ ઉસ્માનભાઇ કુરેશીએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા બે માસુમ બાળકોના ગત તા.6-9-2017ના રોજ અપહરણ થયા બાદ તેઅોની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવેલ.

આ ઘટનાને 6 મહિના જેવો સમયગાળો વિતિ ગયો છે છતાં પોલીસે આજ સુધી હત્યા અંગેનું કારણ કે આરોપીની ધરપકડ સુદ્ધા કરી નથી. માસુમ બાળકોના પિતાએ રડતી આંખે વધુમાં જણાવ્યું હતું કે, હુ તો કાળજે પત્થર રાખીને જીવી લઉં છું પરંતુ બાળકોની જનેતા બાળકોના વિરહ સહન કરી શકતી ન હતી અને તેનાંથી કંટાળી જઇ પોલીસની તપાસની ઢીલી નીતિ સામે રોષ દર્શાવી તેણે પણ આપઘાત કરી મોતને વ્હાલુ કર્યું છે.