Main Menu

૯૮ લાખની લૂંટમાંથી માત્ર ૧૩ હજારની હજુ રિકવરી

શહેરના એસજી હાઇવે પર રાજપથ કલબ પાસે ગયા મહિને સીએમએસ કંપનીની કેશવાનના ડ્રાઇવર દ્વારા કરાયેલી રૂ.૯૮ લાખની સનસનીખેજ ચોરીના ચકચારભર્યા પ્રકરણમાં શહેર ક્રાઇમબ્રાંચે કેશવાનના આરોપી ડ્રાઇવર સુધીર બઘેલની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે. જેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે જે મુજબ, આ સમગ્ર લૂંટ પ્રકરણમાં ડ્રાઇવરના સાથી મુકેશ યાદવ મુખ્ય સૂત્રધાર છે. આરોપીઓએ બહુ પ્લાનીંગ સાથે લૂંટ કરી હતી. જેમાં મુખ્ય સૂત્રધાર મુકેશ યાદવે લૂંટ પહેલાં કેટલાય દિવસો સુધી સુધીર બઘેલ જે કેશવાનનો ડ્રાઇવર હતો તેની રેકી કરી તેની પાછળ બાઇક લઇને ફર્યો હતો અને સમગ્ર માહોલ જાણ્યો હતો. બંને આરોપીઓ લૂંટ બાદ સરખેજમાં એક મકાનમાં ભાડે રહ્યા બાદ ત્યાંથી બાઇક પર રાજસ્થાનના જયપુર ખાતે ભાગી ગયા હતા. જા કે, ક્રાઇમબ્રાંચે લૂંટના રૂ.૯૮ લાખ પૈકી હજુ માત્ર રૂ.૧૩ હજાર રિકવર કરી શકી છે. કેશવાનની લૂંટની ઘટનાના ૨૩ દિવસ બાદ આખરે શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ ઉત્તરપ્રદેશ પોલીસની મદદથી આરોપી ડ્રાઇવર સુધીર બઘેલને ઉત્તરપ્રદેશના સુખૈયા વિસ્તારમાંથી આબાદ ઝડપી લીધો હતો. આરોપી ડ્રાઇવર સુધીર બઘેલની પૂછપરછમાં બહાર આવેલી ચોંકાવનારી હકીકતો જણાવતાં ક્રાઇમબ્રાંચના જેસીપી જે.કે.ભટ્ટે જણાવ્યું હતું કે, આરોપી સુધીર બઘેલ અગાઉ અબોહર પંજાબ ખાતે સિવિલ હોÂસ્પટલમાં એમ્બ્યુલન્સ ચલાવવાની નોકરી કરતો હતો. પાંચેક માસ અગાઉ ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને પોતાના વતન ઉત્તરપ્રદેશના ઇટાવા જિલ્લાના કુકપુર નગરીયા ગામની બાજુના ગામના મુકેશકુમાર યાદવે તેને નોકરી અપાવવાની લાલચ આપી અમદાવાદ બોલાવ્યો હતો. આરોપી મુકેશકુમારે તેને સીએમએસ કંપનીમાં કેશવાનની ગાડીના ડ્રાઇવર તરીકે નોકરી અપાવવા સીએમએસ કંપનીના ઉપાધ્યાય સાહેબ સાથે વાત કરી ભલામણ કરાવી હતી અને ખોટુ પોલીસ વેરીફિકેશન સર્ટિફિકેટ તૈયાર કરાવી ગત તા.૪-૧૦-૨૦૧૭થી સીએમએસ કંપનીમાં કેશવાન ડ્રાઇવર તરીકે નોકરી અપાવી હતી. તેને નોકરી અપાવ્યાના થોડા સમય બાદ આરોપી મુકેશકુમાર યાદવે અગાઉથી રચેલ પ્લાન મુજબ, કેશવાનમાંથી નાણાં લૂંટવાની યોજના તેની પત્નીની હાજરીમાં જ મુકેશકુમારે જણાવી હતી. આ પ્લાનને અંજામ આપવા માટે મુકેશકુમારે લૂંટના બનાવના કેટલાક દિવસો પહેલાં ઘણા દિવસો સુધી કેશવાનની પાછળ તેના મોટરસાયકલ મારફતે પીછો કરી ફરતો હતો અને રેકી કરતો હતો. જા કે, કેશવાનમાં હથિયારધારી ગાર્ડ સાથે હોવાના કારણે લૂંટ કરવાનું શકય બનતુ ન હતું. જા કે, રસ્તામાં કેશવાનના માણસો ચા પીવા રોકાતા હોવાથી ચામાં ઘેનની ગોળીઓ નાંખી લુંટ કરવાનો વિચાર આવ્યો હતો. દરમ્યાન ગત તા.૨૩-૨-૨૦૧૮ના રોજ સીએમએસ કંપનીની કેશવાનનો ડ્રાઇવર સુધીર બઘેલ તેના ગનમેન અને અન્ય બે કર્મચારીને બપોરે ૨-૩૦ વાગ્યે વાડજ ખાતેની ઓફિસથી કેશવાનમાં નાણાં ભરી એટીએમમાં પૈસા ભરવા નીકળ્યો હતો. એ વખતે સુધીરે તેના સાગરિત મુકેશકુમારને ફોન કરી બોલવી લીધો હતો. ત્યારબાદ વ†ાપુર વિસ્તારમાં કોટક મહિન્દ્રા અને આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમ નજીક નજીક આવેલા છે, ત્યાં ચાની દુકાન આવેલી હોઇ મુકેશકુમારે ચા પીવાનો સુધીર બઘેલને ઇશારો કર્યો હતો. જેથી ડ્રાઇવર સુધીર બઘેલે રચેલા પ્લાન મુજબ ચા પીવાનું તેના ગનમેન અને માણસોને જણાવ્યું હતું. દરમ્યાન પૂર્વઆયોજિત પ્લાનીંગ મુજબ, મુકેશકુમારે ચામાં ઘેનની ગોળીઓ ભેળવી દીધી હતી અને તે ચા સુધીરકુમારે ગાર્ડ અને તેની સાથેના કર્મચારીઓને પીવડાવી દીધી હતી. એ પછી તેઓ બીજા એટીએમ સેન્ટર પર નાણાં ભરવા જતાં એસજી હાઇવે પર રાજપથ કલબની બહાર આવેલા એચડીએફસી બેંકના એટીએમ સેન્ટરમાં જ ગાર્ડ સહિતના કર્મચારીઓ પેલી ચા પીધી હોવાથી બેભાન થઇ ગયા હતા અન એટલામાં તે તકનો ફાયદો ઉઠાવી મુકેશકુમાર યાદવ અને સુધીર બઘેલ કેશવાનમાંથી રૂ.૯૮ લાખ ભરેલી લોખંડની ટ્રંક લઇ મુકેશકુમારના મોટરસાયકલ પર ફરાર થઇ ગયા હતા. પોલીસે આરોપી ડ્રાઇવર સુધીર બઘેલને સુખૈયા ગામેથી ઝડપી લઇ તેની પાસેથી લૂંટના નાણાં પૈકીના રૂ.૧૩ હજાર, આધારકાર્ડ ઇલેકશન કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


error: Content is protected !!