Main Menu

વિધાનસભામાં સોમવારે પાટણ પ્રકરણ ગુંજશે

ગાંધીનગર : પાટણના દુદખા ગામની જમીન માટે દલિત કર્મશીલ ભાનુભાઈ વણકર દ્વારા આત્મવિલોપન કરવાના પ્રકરણના પડઘા સોમવારે વિધાનસભામાં પડશે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે નિયમ 116 હેઠળ જાહેર અગત્યની બાબત તરીકે આ મુદ્દે પ્રસ્તાવ રજૂ કર્યો છે જેને શૈલેષ પરમાર, જિજ્ઞેશ મેવાણી અને ચંદનજી ઠાકોરે અનુમોદન આપ્યું છે. જેઓ પણ આ ચર્ચામાં ભાગ લેશે. વિધાનસભાના અધ્યક્ષ દ્વારા આ પ્રસ્તાવ દાખલ કરવામાં આવ્યો છે.