Main Menu

ઢેબરીયા મેળો સંદર્ભે કેટલાંક રસ્તાઓ એકમાર્ગિય જાહેર કરાયા

પાલીતાણા શહેરમાં આગામી તા.૨૬-૨૭/૦૨/૨૦૧૮ના રોજ ફાગણ સુદ-૧૩(ઢેબરા તેરસ)નો જૈન ‘ઢેબરીયો મેળો’ યોજાનાર છે. આ મેળો માણવા જૈન લોકો મોટા પ્રમાણમાં દેશભરમાંથી આવે છે. જેમાં લોકો પોતાના ખાનગી વાહનો લઇને આવતા હોય છે. જેથી વાહન વ્યવહાર ખોરવાઇ ન જાય તેમજ ટ્રાફીક અવ્યવસ્થા ન સર્જાય તેમજ અકસ્માતો નિવારી શકાય તે માટે ટ્રાફીક નિયમન કરવાનું જરૂરી જણાતાં, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂઇએ હું ઉમેશ વ્યાસ (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો, ભાવનગર આથી પાલીતાણા શહેરમાં નીચેના રસ્તાઓને તા.૨૬/૦૨/૨૦૧૮ના સ.ક. ૮-૦૦ થી તા.૨૮/૦૨/૨૦૧૮ના ક.ર૪-૦૦ સુધી દિન-૩ માટે ”એકમાર્ગીય” રસ્તો જાહેર કરૂં છું.

-: રસ્તાનું નામ :-

(૧) ભાવનગરથી પાલીતાણા, ગારીયાધાર, ઘેટી, આદપુર તરફ જતા વાહનોને ભાવનગર રોડ રેલ્વે ક્રોસીંગથી         જમણી બાજુ જતાં બાયપાસ રોડ થઇ, સરદારનગર ચોકડી થઇ, ગારીયાધાર રોડ, ત્રણ રસ્તા થઇ સિંધી કેમ્પ, મહાવીર પેટ્રોલ પંપ થઇને છેલ્લા ચકલા,પાલીતાણા હાઇસ્કુલ પાર્કીંગ મેદાન સુધી.

(ર)      પાલીતાણા શહેરમાં પ્રવેશતા વાહનો માટે પાલીતાણા ભૈરવનાથ ચોકથી મહાવીર પેટ્રોલ પંપ, માનસિંહજી હોસ્પીટલ, છેલ્લા ચકલાથી પાલીતાણા હાઇસ્કુલ પાર્કીંગ મેદાન સુધી.

(૩)   પાલીતાણા થી આદપુર પાલમાં જવા માટે વાયા સર્વોદય સોસાયટી થઇ આદપુર પાલનાં સ્થળે.

(૪)      પાલીતાણા હાઇસ્કુલથી આરીસાભુવન સામે થઇ સાદડી ભુવન ધર્મશાળા સામે થઇ ભીલવાડા થઇ      વણકરવાસ, લાવારીસ એસ.ટી. સ્ટેન્ડ ઓવર બ્રીજ ઉપરથી થઇ સીધા જ બજરંગદાસ બાપા ચોકી થઇને    બહાર જવાનું રહેશે.

(પ) આદપુર પાલથી પરત આવવા માટે વાયા કંઝરડા ગામની ચોકડીથી ઘેટી રોડ થઇ ગારીયાધાર રોડ ઉપર     પરત.

(૬)      પાલીતાણા હાઇસ્કુલથી છેલ્લા ચકલા સુધી કોઇ વાહન પરત આવી શકશે નહી કે પાર્ક કરી શકશે નહિ.

આ જાહેરનામાની જોગવાઇમાંથી પોલીસ વિભાગના, મહેસુલ વિભાગના તેમજ જાહેર સુખાકારી માટે નગરપાલીકાએ મુકેલા વાહનોને મુકિત આપવામાં આવે છે.

આ જાહેરનામાની અવધિ દરમ્યાન વૃધ્ધ, અશકત, યાત્રીકોને લાવવા/લઇ જવા માટે વાહનોના ઉપયોગની પરવાનગી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, પાલીતાણા આપી શકશે. આ હુકમનો ભંગ અગર ઉલ્લંધન કરનાર સદરહું અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

”જાહેરનામાનો અમલ તથા તેનાં ભંગ બદલ પગલા લેવા માટે ફરજ ઉપરના કોઇપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.”