Main Menu

શત્રુંજયની છ ગાઉની યાત્રા 3 દિવસ થશે

ફાગણ સુદ તેરસ તીથીના લીધે 3 દિવસ શત્રુંજયની છ ગાઉની યાત્રા યોજાશે

(ફાઈલ તસ્વીર)

(દિપક ગોહિલ – ચેલેન્જર દૈનિક)  : આ વર્ષે અચલગચ્છ સમાજ(કચ્છી સમાજ) સોમવારે છ ગાઉની યાત્રા કરશે અને આદપુર ખાતે ર પાલ ઉભા કરાયા. અંદાજે પાંચ હજાર યાત્રિકો લાભ લેશે. તા.27 ફેબ્રુઆરીના રોજ ફાગણ સુદ 13ના જનરલ સમગ્ર જૈન સમાજ છ ગાઉની યાત્રા કરશે. આ દિવસે આદપુર ખાતે 97 પાલ ઉભા કરાયા છે. અને યાત્રા દરમ્યાન 40 જૈન સંઘો દ્વારા સંઘ પુજન કરાશે. જે અંદાજે ભક્તિદીઠ 50થી 70 રૃા. કરાશે. આશરે 70 હજાર યાત્રિકો થવાનો અંદાજ છે. તેમજ બે તીથી (પ.પૂ.આ.રામસૂરીશ્વરજી મ.સા. સમુદાય)ના શ્રાવકો શ્રાવિકા તા.28 ફેબ્રુઆરીને બુધવારે છ ગાઉની યાત્રા કરશે. જેમા અંદાજે 10 હજાર યાત્રિકો શે તેમના દ્વારા એક મોટો પાલ ઉભો કરાય તેવી ધારણા છે. અથવા પાંચ રેગ્યુલર પાલ ઉભા કરાશે. તેવુ સુત્રો દ્વારા જાણવા મળેલ છે. પંથ એક બધા જ એક દાદા આદિશ્વરને નતમસ્તક કરી વંદના કરવા જઈ રહ્યા છે. પરંતુ તીથીને લઈને જે અલગ અલગ દિવસ હોય તેથી અનેક વિટંબણા પેદા થઈ રહી છે. ત્રણેય દિવસ દરમ્યાન શેઠ આણંદજી કલ્યાણજી પેધી દ્વારા મંડપ, કાચુ – ઉકાળેલું પાણી, સીક્યુરીટી, આરોગ્ય સારવાર તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સરકારી તંત્ર પણ ત્રણ દિવસ ખડેપગે પોતાની સેવા બજાવશે.

ફાગણ સુદ 13ને ગુજરાતીમાં ફાગણ સુદ ત્રયોદશી કે ફાગણ સુદ તેરસ રહેવાય છે. આ દિવસ હિન્દુ મુજબ વર્ષના અગિયારમાં મહિનાનો તેરમો દિવસ છે.
પાલીતાણા શત્રુંજય મહાતીર્થની છ ગાઉની યાત્રા વર્ષમાં એક દિવસ ફાગણ સુદ તેરસના દિવસે થાય છે. આ દિવસે જૈન શાસ્ત્ર મુજબ 8 કરોડ જૈન મુનિઓ શત્રુંજય મહાતીર્થ પર મોક્ષ પામ્યા હતા. તેથી આ ધાર્મિક કથા અનુસાર છ ગાઉની યાત્રાનું મહત્વ વિશેષ ગણવામાં આવે છે. આ યાત્રામાં માત્ર ગુજરાત જ નહિં સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાંથી પણ અનેક યાત્રાળુઓ યાત્રા કરવા માટે આવે છે. અને ખરા ધોમ ધખતા તાપમાં અને તે પણ ખુલ્લા પગે છ ગાઉની યાત્રા કરે છે. કેટલાક તો એવા પણ લોકો આવે છે કે જેમણે મોટરકાર કે વિમાન સિવાય મુસાફરી કરી નથી. છતા આ દિવસે ખુલ્લા પગે છ ગાઉની યાત્રા કરે છે. અને પુણ્યનું ભાતુ બાંધે છે. આજની ભાગ દોડ ભરી જિંદગીમાં પણ જૈન લોકોએ પરંપરા જાળવી રાખી છે.
શત્રુંજયની યાત્રામાં કૃષ્ણના પુત્ર શાંબ અને પ્રધ્યુમ્ન સાડા આઠ કરોડ મુનિઓ સાથે ફાગણ સુદ 13ના દિવસે મોક્ષે ગયા હતા. તેથી દર ફાગણ સુદ 13ની યાત્રા કરવા માટે અત્રે દેશ વિદેશમાંથી લાખો ભાવિકો ઉમટી પડે છે. ત્યારે આપણે આ પાલીતાણા અને લોકોમાં ઢેબરા તેરસ તરીકે પણ જાણીતી છે.
ડુંગર પર 863 ઉપરાંત શિખરબંધી નાના-મોટા દેરાસરો છે. જેમા લગભગ 17000 ઉપરાંત પ્રતિમાઓ બિરાજમાન છએ. 603 મીટર ઉંચી શત્રુંજય પર્વતમાળા પર આવેલાં આ દેરાસરો મોટાભાગે આરસપહાણથી અને સફેદ પથ્થરોથી બંધાયેલા છે.
પવિત્ર શત્રુંજયની જાત્રા કરવા દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. તેમાં કાર્તિકી પૂર્ણિમા, જ્ઞાન પંચમી, ફાગણ સુદ તેરસની છ ગાઉની જાત્રા લોકમુખે ઢેબરિયા મેળા અગર તો ઢેબરિયા તેરસ તરીકે પણ જાણીતી છએ. શત્રુંજય પર કરોડો સાધુ ભગવંતો મોક્ષ પામ્યા હોવાથી તેઓ અણુએ અણુ અતિ પવિત્ર મનાય છે. જૈન માન્યતા અનુસાર ફાગણ સુદ 13ના દિવસે શ્રી કૃષણના પુત્ર શાંબ અને પ્રધ્યુમ્ન સાડા 8 કરોડ સાધુ ભગવંતો સાથે આ પર્વતમાળામાં આવેલા ભાડવા ડુંગર પરથી મોક્ષ પામ્યા હતા.
શત્રુંજયની જાત્રાનો પ્રારંભ જય તળેટીથી થાય છએ. એક જમાનામાં તે મનમોહન પાગ તરીકે ઓળખાતુ હતું. જાત્રાનો પ્રારંભ કરતા પહેલા તેઓ અત્રે તળેટીએ આવી પર્વતાધિરાજની સ્પર્શના કરીને શત્રુંજયને ભેટવાનો લહાવો લે છે.
છ ગાઉની જાત્રાના દિવસે યાત્રાળુઓ મુખ્ય માર્ગેથી ગિરિરાજ ચડી ઋષભદેવ ભગવાનના દર્શન કરી રામપોળમાંથી બહાર નિકળી જમણી બાજુના રસ્તેથી છ ગાઉની જાત્રા શરુ કરે છે. આ જાત્રા દરમિયાન સૌ પ્રથમવાર આ ગિરિરાજ પર મોક્ષ પામનાર દેવકીના છ પુત્રોનું મંદિર આવે છે. ત્યારબાદ ઉલકા જલ, અજિતનાથ, શાંતિનાથની દેરીઓ, ચંદન તલાવડી, રત્નની પ્રતિમા, સિદ્ધશિલા, ભાડવા ડુંગર અને સૌથી છેલ્લે સિદ્ધવડ આવે છે. આ સ્થાનેથી અનેક મુનિવરો મોક્ષ પામ્યા હોવાથી તેનુ મહત્વ અનેરુ છે. અત્રે જાત્રાળુઓ ચૈત્યવંદન વગેરે ધાર્મિક ક્રિયાઓ કરી છ ગાઉની જાત્રાની પુર્ણાહુતિ કરે છે.
જૈનોમાં છ ગાઉની જાત્રાનું અનેરુ મહત્ત્વ હોવાથી આ જાત્રા કરનાર શ્રદ્ધાળુઓનું અત્રે બહુમાન કરી સંઘપૂજન કરાય છે. અત્રે આવેલ આંબાવાડિયામાં દેશભરના વિવિધ જૈન સંઘો દ્વારા સાધર્મિક ભક્તિનો લાભ લેવા માટે અનેક પાલ ઉભા કરાય છે. જેમા ચા-પાણી, ભરપૂર નાસ્તો વગેરે અપાય છે. પોતાના પાલમાં પધારી સાધર્મિક ભક્તિનો લાભ આપવા બે હાથ જોડી વિનવતા હોય છે ત્યારે અનેરાં ભાવુક દ્રશ્યો સર્જાતા રહે છે.

પાલીતાણા ખાતે યોજાનારા ઢેબરીયા મેળોમાં જાહેર આરોગ્ય જળવાઈ રહે તે હેતુસર જાહેરનામુ જારી

આગામી તા.૨૬-૨૭/૦૨/૨૦૧૮ના રોજ પાલીતાણા ખાતે ફાગણ સુદ-૧૩નો જૈન સમાજનો ‘ઢેબરીયો મેળો’ યોજાનાર હોઇ, આથી આ છ’ ગાઉ યાત્રાનાં માર્ગની આજુ બાજુ પાલીતાણા તળેટી, પાલીતાણા શેત્રુંજય ગીરીરાજ તેમજ છ’ ગાઉ યાત્રાનાં રસ્તે તેમજ આદપુર ગામમાં તા.૨૬/૦૨/૨૦૧૮ થી તા.૨૭/૦૨/૨૦૧૮, દિન-ર દરમ્યાન, કોઇએ કચરો નાંખવો નહીં, પાણીનાં પાઉચ, દુધનાં પાઉચ, બોટલો, ખાદ્યચીજ વસ્તુઓ, પ્લાસ્ટીકની ખાલી કોથળીઓ નાંખવી નહીં તેમજ બીડી, સીગારેટ, પાન, મસાલા, ગુટકા, તમાકુનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવું છું.”જાહેરનામાનો અમલ તથા તેનાં ભંગ બદલ પગલા લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે.”   સદરહું જાહેરનામાનું ઉલ્લંધન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષા થશે.

પાલીતાણા ખાતે યોજાનારા ઢેબરીયા મેળોમાં ટ્રાફીકના નિયમન અર્થે જાહેરનામુ જારી

પાલીતાણા  શહેરમાં  આગામી તા.૨૬-૨૭/૦૨/૨૦૧૮ના રોજ ફાગણ સુદ-૧૩(ઢેબરા તેરસ)નો જૈન સમાજનો ‘ઢેબરીયો મેળો’ યોજાનાર છે. આ મેળો માણવા જૈન લોકો મોટા પ્રમાણમાં પોતાની માલિકીના ખાનગી વાહનો લઇને આવતા હોય છે અને જાહેર રોડ પર આવા વાહનો મૂકીને જતા રહે છે.પાલીતાણા શહેરમાં “પાલીતાણા છેલ્લા ચકલાથી તળેટી સુધીનાં જાહેર રોડની બન્ને સાઇડમાં”  વાહનો પાર્કીંગ ન કરવા નો પાર્કીંગ ઝોન તા.૨૬/૦૨/૨૦૧૮ થી તા.૨૭/૦૨/૨૦૧૮ (દિન-ર દરમ્યાન) સુધી જાહેર કરૂં  છું.


error: Content is protected !!