Main Menu

ઘરફોડ ચોરીના બનાવમાં 3 ઝડપાયા

ગારીયાધાર પો.સ્ટે. વિસ્‍તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ  દરમ્‍યાન ગારીયાધારનાંમોટી વાવડી ચોકડીએ વાહન ચેકીંગ દરમ્યાન  XCD 125 રજી.નંબર-GJ-04-AR 7311 મો.સા. સાથે ચાલક (૧) મનોજ બચુભાઇ સાથળીયા ઉ.વ. ૩૦ ધંધો-મજુરી રહે.મોરબા તા.ગારીયાધાર જી.ભાવનગર (૨) રાજુભાઇ ધીરૂભાઇ વેગડ ઉ.વ.૨૨ ધંધો-ખેત મજુરી રહે.ભાડાનાં મકાનમાં, હાદાનગર,રેલ્વે ફાટકની પાસે, ભાવનગર હાલ-પરવડી રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ પાછળ,રફીકભાઇએ ફાર્મે રાખેલ વાડીમાં,ગારીયાધાર જી.ભાવનગર (૩) દુલાભાઇ રામજીભાઇ રાજકોટીયા ઉ.વ. ૩૦ ધંધો-મજુરી રહે.મોરબા તા.ગારીયાધાર જી.ભાવનગરવાળા ઘરફોડ ચોરી કરવાનાં સાધનો તથા રોકડ રકમ મળી કુલ રૂ.૪૬,૭૨૫/-નાં મુદ્દામાલ સાથે મળી આવતાં તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેઓની પુછપરછ કરતાં તેઓએ ભાવનગર તથા અમરેલી જીલ્લામાં અલગ-અલગ જગ્યાઓએ નીચે મુજબની ઘરફોડ ચોરી તથા લુંટનો ગુન્હો કરેલ હોવાની કબુલાત કરેલ.

 

  1. આજથી પંદર દીવસ પહેલા મનોજ બચુભાઇ, રાજુ ધીરૂભાઇ વેગડ,દુલાભાઇ રામજીભાઇ દે.પુ.,કેશુભાઇ જુઠાભાઇ દે.પુ. ,ભરત ઉર્ફે ટકલો સાચાભાઇ વાળાએ બે મો.સા.માં જઇ મોરબા ગામે ત્રણ મકાનમાં ચોરી કરેલ.
  2. ગઇ દીવાળીના તહેવારોમાં મનોજ બચુભાઇ, રાજુ ધીરૂભાઇ વેગડ,દુલાભાઇ રામજીભાઇ તથા ભરત ઉર્ફે ટકો સાસાભાઇ ચારેય જણાં એક જ મો.સા.માં બેસી ભુતીયા ગામે મકાનમાં ચોરી કરેલ.
  3. ગયાં ડીસેમ્બર માસમાં મનોજ બચુભાઇ,રાજુ ધીરુભાઇ વેગડ તથા દુલા રામજી ત્રણેય જણાંએ એક મો.સા. માં બેસી ગારીયાધાર,જુના વિરડી રોડ ઉપર ગણેશ જીનીંગ ફેકટરીની આગળ પાન-બીડીની બંધ દુકાન તથા બાજુમાં આવેલ ઘરમાં ચોરી કરેલ.
  4. આજથી એકાદ મહિના પહેલાં મનોજ બચુભાઇ,રાજુ ધીરૂભાઇ વેગડ,દુલાભાઇ રામજીભાઇ,કેશુભાઇ જઠાભાઇ તથા ભરત ઉર્ફે ટકો સાસાભાઇ એમ પાંચેય જણાંએ બે મો.સા.માં દામનગર,ખારૂડી વિસ્તારમાં આવેલ સોસાયટીમાં છેલ્લાં બે માળનાં મકાને ચોરી કરેલ.
  5. આજથી એક મહિના પહેલા મનોજ બચુભાઇ,રાજુ ધીરૂભાઇ વેગડ,દુલાભાઇ રામજીભાઇ અને કેશુભાઇ જુઠાભાઇ ચારેય જણાં બે મો.સા.માં જઇ ખોડવદરી ગામે આવેલ શટરવાળી દુકાને ચોરી કરેલ.
  6. આજથી પંદર દિવસ પહેલા મનોજ બચુભાઇ,રાજુ ધીરૂભાઇ વેગડ,દુલાભાઇ રામજીભાઇ,કેશુભાઇ અને કેશુભાઇ જુઠાભાઇ ચારેય જણાં બે મો.સા.માં માંડવી ગામે ગામનાં ચોરા બાજુ જવાના રસ્તે આવેલ મકાનમાં ચોરી કરેલ.
  7. આજથી સોળ-સતર દિવસ મનોજ બચુભાઇ,રાજુ ધીરૂભાઇ વેગડ,દુલાભાઇ રામજીભાઇ,કેશુભાઇ જુઠાભાઇ અને ભરત ઉર્ફે ટકો સાસાભાઇ પાંચેય જણાંએ નબુબેન રહે.ધામેલવાળીનાં બતાવ્યા પ્રમાણે બે મો.સા.માં ધામેલ ગામે જઇ લુંટ કરેલ.
  8. મનોજ બચુભાઇ સાથળીયા તથા રાજુ ધીરૂભાઇ વેગડ વિરૂધ્ધ નામ. કોર્ટ દ્દારા ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.તે ગુન્હાનાં કામે તથા અગાઉનાં ગુન્હાઓમાં નીકળેલ પકડવાનો બાકી હોવાનું જણાય આવેલ.

આમ,ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર-સોનગઢ પો.સ્ટે. વિસ્તારમાં તથા અમરેલી જિલ્લાનાં દામનગર પો.સ્ટે. વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી-૭ તથા લુંટ-૧ મળી કુલ-૮ વણશોધાયેલ ગુન્હાઓ શોધી રૂ.૪૬,૭૨૫/-નાં ઘરફોડ ચોરીનાં સામાન સહિતનાં મુદ્દામાલ સાથે નામીચા ચોર સહિત કુલ-૩ ઇસમોને ઝડપી ઝડપી પાડેલ.



« (Previous News)