Main Menu

માંગણીઓને લઈ બ્રાહ્મણોની વિશાળ માનવ સાંકળ રચાઈ

અમદાવાદ, તા.૨૨
જે બ્રાહ્મણની સાથે બ્રાહ્મણ તેની સાથેના બ્રહ્મમંત્ર દ્વારા ગુજરાતના વિવિધ બ્રહ્મજ્ઞાતિ મંડળોના સમૂહ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના અમદાવાદ એકમ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ બ્રહ્મ વિકાસ આયોગની માંગણીને વેગ આપવા શહેરના ઇન્કમટેક્સ સર્કલ ખાતે વિશાલ માનવ સાંકળ બનાવવામાં આવી હતી જેમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા)નાં મહામંત્રી અને બ્રહ્મ વિકાસ આયોગ આંદોલન સમિતિના કન્વીનર યજ્ઞેશ દવે, સહ કન્વીનર હેમાંગ રાવલ, જગત શુક્લ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષ જોશી, રાજુભાઈ ઠાકર, શૈલેષ શુક્લ સહિત વિશાળ સંખ્યામાં બ્રાહ્મણ યુવક-યુવતીઓ અને મહિલાઓ જોડાયા હતા. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા)ના મહામંત્રી અને બ્રહ્મ વિકાસ આયોગ આંદોલન સમિતિના કન્વીનર યજ્ઞેશ દવેએ જણાવ્યુ હતું કે, ગુજરાતમાં આશરે ૬૨ લાખ બ્રાહ્મણો છે, તેમના આર્થિક, શૈક્ષણિક તથા સામાજિક ઉત્કર્ષ અને માવજત માટે બ્રહ્મ વિકાસ આયોગની માંગણી રાજ્ય સરકાર સમક્ષ ઓગસ્ટ ૨૦૧૫માં કરવામાં આવી હતી, જે અંગે આજ સુધ કોઇ સકારાત્મક પગલા ભરવામાં આવ્યા નથી, એટલે સરકાર સમક્ષ અમારી માંગણી પ્રબળ બનાવવા આજે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના અમદાવાદ એકમ દ્વારા માનવ સાંકળનો કાર્યક્રમ યોજવામાં આવ્યા આવ્યો છે, જો સરકાર હજુ નહીં જાગે તો આગામી દિવસોમાં વધુ બ્રહ્મ વિકાસ આયોગ આંદોલનને જલદ બનાવવા માટે રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા ખાતે ઉગ્ર કાર્યક્રમો યોજવામાં આવશે.