Main Menu

૧૭ મુમુક્ષુઓ સોમવારે સંયમ માર્ગ સ્વિકારશે

ભીલડીયાજી તીર્થે ખાતે દિક્ષા મહોત્સવ ઉજવાશે

અજીત મહેતા દ્વારા)
ચેલેન્જર,સુરત : ૧૭ મુમુક્ષુઓ બનાસકાંઠાના ભીલડીયાજી તીર્થ ખાતે સોમવારે સંયમ માર્ગ સ્વિકારશે. તેમા તા.૧૭ ફેબ્રુઆરીના રોજ સવારે ૭ કલાકે ગુરુભગવંતોનો પ્રવેશ, રાત્રે ૮ કલાકે સર્વે દીક્ષાર્થીઓના ઉદ્‌ગારો તથા બહુમાન સમારંભ, તા.૧૮-૮ના રોજ સવારે વર્ષીદાન યાત્રા નિકળશે. તા.૧૯ના રોજ સવારના ૪-૩૦ કલાકે દિક્ષાવિધિનો પ્રારંભ થશે. આચાર્ય અરવિંદસૂરિની નિશ્રામાં આ દિક્ષા મહોત્સવ ઉજવાશે.