Main Menu

છ ગાઉ યાત્રામાં રામપોળનો દરવાજો સવારે પાંચ વાગ્યે ખુલશે

પાલીતાણા – આગામી તા.27મી ફેબ્રુઆરી ફાગણ સુદ 13 એટલે કે ઢેબરીયો તેરસનો પરમ પાવન દિવસ છે. શ્રી સિદ્ધગિરીની છગાઉની યાત્રા અર્થે હજારો ભાવિકો પાલીતાણા એક દિવસ અગાઉ પહોંચશે છે અને છ ગાઉની યાત્રા કરી પુણ્યનું ઉપાર્જન કરે છે.
શેઠ આણંદજી કલ્યાણજી પેઢી (પાલીતાણા- અમદાવાદ)ની છગાઉની યાત્રા સંબંધિત જાહેરાત કરી છે તે અનુસાર પાલીતાણામાં ફાગણ સુદ 13ની યાત્રા ઘણા સમયથી યાત્રિકો ભાઈ-બહેનો મધ્યરાત્રીના બે વાગ્યાથ શરૃ કરે છે. જેથી ઉપર ઘસારો થવાથી રામપોળનો દરવાજો 3 વાગ્યે ખોલવાની ફરજ પડે છે. અને જયણા-મર્યાદા-સુરક્ષા આદીના અનેક પ્રશ્નો ઉભા થાય છે.
શ્રી ગિરિરાજની યાત્રા જયણાપૂર્વક કરવાથી જ યાત્રાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. સ્વતનમાં પણ આ વાત જણાવાઈ છે કે, તુમે જયણા અને ધરજો પાય, પાર ઉતરવાને, આથી દરેક યાત્રાળુઓને જણાવવાનું કે શ્રી રામપોળનો દરવાજો સવારે પાંચ વાગે ખુલશે. જેની નોંધ લેવી. યાત્રામાં સહકાર આપવા શેઠ આણંદજી કલ્યાણજી પેઢી અનુરોધ કર્યો છે.






Comments are Closed