Main Menu

૨૨ ફેબ્રુઆરીથી ભાવનગરને પાસપોર્ટ સેવાકેન્દ્ર નો લાભ મળશે

ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન શિયાળ ના પ્રયાસ થી ભાવનગર-બોટાદ જીલ્લા ની જનતાને આગામી ૨૨ ફેબ્રુઆરી-૨૦૧૮ થી મળશે પાસપોર્ટ સેવાકેન્દ્ર નો લાભ.
ભાવનગર જીલ્લા માં પાસપોર્ટ સેવા ઘણા સમય થી છીનવાઈ ગયેલ હોવાથી તેને શરુ કરાવવા માટે કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ તથા રાજ્યકક્ષાના મંત્રી વિજયકુમારસિંગ ને રૂબરૂ તેમજ લેખિતમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર તત્કાલ કાર્યરત કરવા માટે ભાવનગર ના સાંસદ ડો.ભારતીબેન શિયાળ દ્વારા કરવામાં આવેલ રજૂઆત તેમજ સતત બે વાર પાર્લામેન્ટ ફ્લોર પર રજૂઆત કરવામાં આવેલ જે અન્વયે ભાવનગર અને અમદાવાદ પોસ્ટ વિભાગના જનરલ મેનેજર ને કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ તથા રાજ્યકક્ષાના મંત્રી વિજયકુમારસિંગ દ્વારા ભાવનગર ખાતે પાસપોર્ટ સેવાકેન્દ્ર શરુ કરવા આદેશ આપવામાં આવેલ.જેથી પાસપોર્ટ માટે હવે ભાવનગર અને બોટાદ જીલ્લાના વિદેશ જવા ઇચ્છુકોને ને અમદાવાદ કે રાજકોટ જવું નહિ પડે આગામી ૨૨ ફેબ્રુઆરી-૨૦૧૮ ના રોજ સાંસદ ડો.ભારતીબેન શિયાળની વિશેષ ઉપસ્થિતિમાં ભાવનગર-મુખ્યપોસ્ટ ઓફીસ ખાતે પાસપોર્ટ સેવાકેન્દ્ર નો પ્રારંભ તેમ સાંસદ ડો.ભારતીબેન શિયાળ ની ઓફીસ ની એક અખબારી યાદી માં જણાવાયુ છે.



« (Previous News)



Comments are Closed